Skip to main content

Featured

સંઘર્ષથી સંકલ્પ સુધીની સફર — મોદીજીનું જીવન કવન

       સંઘર્ષથી સંકલ્પ સુધીની સફર — મોદીજીનું જીવન કવન વડનગરની ધરતીથી શરૂ થયેલી નરેન્દ્ર મોદીજીની જીવનયાત્રા સંઘર્ષ, શિસ્ત, સંકલ્પ અને જાહેર સેવાના વિવિધ પડાવોથી પસાર થઈને દેશના વડાપ્રધાન પદ સુધી પહોંચી છે. સાદા પરિવારમાં જન્મેલા નરેન્દ્ર મોદીજીના જીવનમાં બાળપણથી જ મહેનત અને રાષ્ટ્રસેવાના સંસ્કારો જોવા મળ્યા. યુવાનીમાં તેમણે ભારતભ્રમણ કરી દેશની વિવિધતા, સંસ્કૃતિ અને સમાજજીવનને નજીકથી સમજવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયા અને સંગઠન તથા જાહેર જીવનમાં પોતાની જવાબદારીઓ નિભાવતા આગળ વધ્યા. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે લાંબા સમય સુધી સેવા આપ્યા બાદ વર્ષ 2014માં તેઓ ભારતના વડાપ્રધાન બન્યા. ત્યારબાદ 2019માં અને ફરી 2024માં લોકસભા ચૂંટણી બાદ તેમણે વડાપ્રધાન તરીકે શપથ લીધા. મોદીજીના જાહેર જીવનમાં વિકાસ, ડિજિટલ ટેક્નોલોજી, સ્વચ્છતા, માળખાકીય સુવિધાઓ, આંતરરાષ્ટ્રીય સંબંધો અને વિવિધ કલ્યાણકારી કાર્યક્રમો જેવા મુદ્દાઓને મહત્વ મળ્યું છે. વડનગરથી દિલ્હી સુધીની આ સફર અનેક પડકારો, નિર્ણયો અને જવાબદારીઓથી ભરેલી રહી છે. તેમના જીવનપ્રવાસમાંથી મહેનત, શિસ્ત અ...

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે 'લખપતી દીદી' કાર્યક્રમ યોજાયો.

  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે 'લખપતી દીદી' કાર્યક્રમ યોજાયો.

મહાનુભાવોના હસ્તે સ્વ સહાય જૂથની બહેનોને ચેક વિતરણ કરવામાં આવ્યા

............. 

મહિલા સહાયતાની ઉત્કૃષ્ટ કામગીરી બદલ મંડળ પ્રતિનિધિઓને પ્રશસ્તિપત્ર દ્ગારા સન્માનિત કરાયા

............ 

ગાંધીનગર જિલ્લાના  સ્વ સહાય જૂથોને વિવિધ સહાય અંતર્ગત રુ. ૩ કરોડથી વધુ રકમના ચેકનું વિતરણ

.......... 

રાષ્ટ્રીય 'ગ્રામીણ આજીવિકા મિશન' સ્વ સહાય જૂથની મહિલાઓની ઉપસ્થિતિમાં ગાંધીનગર  ખાતે સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો

........

ગાંધીનગર, રવિવાર


 ગ્રામીણ મહિલાઓને સ્વ સહાય જૂથના માધ્યમથી આત્મનિર્ભર અને લખપતી બનાવવાના ઉદ્દેશ્યથી કાર્યરત 'રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન'  અંતર્ગત ગાંધીનગર જિલ્લા ખાતે સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલા 'લખપતી દીદી' કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લામાં કાર્યરત સ્વ સહાય જૂથોની ૧૧ મહિલાઓને મંચ પર ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.   

આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જિજ્ઞાસા વેગડાએ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવો તથા  સ્વ સહાય જૂથોની ૫૦૦  જેટલી મહિલાઓએનું શાબ્દિક સ્વાગત કર્યુ હતું. અને વડાપ્રધાનશ્રીનો વર્ચ્યુઅલ કાર્યક્રમ નિહાળ્યો હતો.  સખી મંડળ અંતર્ગત સફળતા મેળવનાર એવી બહેનો જે અન્ય માટે પ્રેરણા રુપ બની છે તેમને પણ આ પ્રસંગે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

ગાંધીનગર જિલ્લાના જુદા - જુદા તાલુકાના સ્વ સહાય જૂથોને કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ, સીસી લોન, રિવોલ્વીંગ ફંડ, સ્ટાર્ટ અપ ફંડ સહિત વિવિધ સહાય અંતર્ગત રુપિયા ૩ કરોડથી વધુની રકમ સહાય રુપે  આપવામાં આવી હતી.જેનો હેતુ આ રકમના ઉપયોગ થકી બહેનોની પ્રગતિમાં વેગ લાવી વધુ સફળ બનાવવાનો છે. 


આ પ્રસંગે બહેનોને સંબોધન કરતા ગાંધીનગર ઉત્તરના ધારાસભ્યશ્રી રીટાબેન પટેલે જણાવ્યું હતું કે,  સંઘર્ષ કરીને સફળતા મેળવી રહેલી મહિલાઓ માટે આ સહાય વરદાન રુપ છે.દેશના પ્રધાનમંત્રી જ્યારે મહિલાઓ માટે આટલા ચિંતિત હોય ત્યારે સરકાર દ્વારા અમલી થયેલી મહિલાલક્ષી યોજનાઓનો લાભ લઈ  વધુને વધુ પ્રગતિ કરતા રહી, પ્રધાનમંત્રીશ્રીના સ્વપ્નને સાકાર કરવામાં સહયોગી બનવા પણ તેમણે અનુરોધ કર્યો હતો. 

    આ અવસરે ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપનીના મેનેજિંગ ડિરેકટર શ્રી મનિષ બંસલ, ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવે, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શિલ્પા બેન પટેલ, ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, જી. એલ. પી. એસના સંયુક્ત મેનેજીંગ ડિરેક્ટર શ્રી શોભના વર્મા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી  બી. જે પટેલ તથા ટી.ડી.ઓશ્રી મલય ભુવા સહિત ગ્રામ વિકાસ એજન્સીના અધિકારી, કર્મચારીઓ, સખી મંડળના મહિલાઓ અને 'લખપતી દીદી'નું સન્માન પ્રાપ્ત કરનાર સખી મંડળની મહિલાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Comments