Skip to main content

Featured

સંઘર્ષથી સંકલ્પ સુધીની સફર — મોદીજીનું જીવન કવન

       સંઘર્ષથી સંકલ્પ સુધીની સફર — મોદીજીનું જીવન કવન વડનગરની ધરતીથી શરૂ થયેલી નરેન્દ્ર મોદીજીની જીવનયાત્રા સંઘર્ષ, શિસ્ત, સંકલ્પ અને જાહેર સેવાના વિવિધ પડાવોથી પસાર થઈને દેશના વડાપ્રધાન પદ સુધી પહોંચી છે. સાદા પરિવારમાં જન્મેલા નરેન્દ્ર મોદીજીના જીવનમાં બાળપણથી જ મહેનત અને રાષ્ટ્રસેવાના સંસ્કારો જોવા મળ્યા. યુવાનીમાં તેમણે ભારતભ્રમણ કરી દેશની વિવિધતા, સંસ્કૃતિ અને સમાજજીવનને નજીકથી સમજવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયા અને સંગઠન તથા જાહેર જીવનમાં પોતાની જવાબદારીઓ નિભાવતા આગળ વધ્યા. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે લાંબા સમય સુધી સેવા આપ્યા બાદ વર્ષ 2014માં તેઓ ભારતના વડાપ્રધાન બન્યા. ત્યારબાદ 2019માં અને ફરી 2024માં લોકસભા ચૂંટણી બાદ તેમણે વડાપ્રધાન તરીકે શપથ લીધા. મોદીજીના જાહેર જીવનમાં વિકાસ, ડિજિટલ ટેક્નોલોજી, સ્વચ્છતા, માળખાકીય સુવિધાઓ, આંતરરાષ્ટ્રીય સંબંધો અને વિવિધ કલ્યાણકારી કાર્યક્રમો જેવા મુદ્દાઓને મહત્વ મળ્યું છે. વડનગરથી દિલ્હી સુધીની આ સફર અનેક પડકારો, નિર્ણયો અને જવાબદારીઓથી ભરેલી રહી છે. તેમના જીવનપ્રવાસમાંથી મહેનત, શિસ્ત અ...

કલોલ ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વનું રિહર્સલ જિલ્લા વિકાસ અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં યોજાયું

કલોલ ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વનું રિહર્સલ જિલ્લા વિકાસ અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં યોજાયું
ગાંધીનગર: મંગળવાર: ગાંધીનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કલોલ ખાતે એચ.જી. મ્યુનિસિપલ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, વખારીયા હાઇસ્કુલ ખાતે કરવામાં આવશે. આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપશે. આજરોજ આ કાર્યક્રમનું રિહર્સલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જે.પટેલની ઉપસ્થિતિમાં યોજાયું હતું. કલોલ ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ઉત્સાહભેર અને સુવ્યસ્થિત આયોજન પૂર્વક થાય તે માટે સ્વાતંત્ર્ય પર્વનું રિહર્સલ યોજાયું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જે.પટેલે બાળકો, નગરજનો અને આમંત્રિત મહાનુભાવોની બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની સુવિઘા, સુશોભન, મંડપ જેવી વિવિધ વ્યવસ્થાનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું હતું. તેમણે બાળકો દ્વારા રજૂ થનાર દેશ ભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ નિહાળ્યા હતા. ત્યારબાદ અધિકારીઓ સાથે સ્થળ પર બેઠક કરીને જરૂરી બાબતો પર ધ્યાન દોર્યું હતું. સ્વાતંત્ર્ય પર્વના રિહર્સલ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેકટર શ્રી દિગંત બ્રહ્મભટ્ટ, કલોલ પ્રાંત અધિકારી શ્રી જૈનિલ દેસાઇ, પ્રોટોકલ નાયબ કલેકટર શ્રી અર્જુનસિંહ વણઝારા, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ર્ડા. બી.એન.પ્રજાપતિ, કાર્યપાલક ઇજનેર શ્રી કે.ડી.પટેલ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કલોલ ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વનું રિહર્સલ જિલ્લા વિકાસ અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં...

Posted by Info Gandhinagar GoG on Tuesday, August 13, 2024

Comments