Skip to main content

Featured

સમગ્ર શિક્ષા ગુજરાતના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જે. રંજીથકુમારની ચીખલી તાલુકાની શાળાઓની મુલાકાત: એક પ્રેરણાદાયી પગલું.

સમગ્ર શિક્ષા ગુજરાતના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જે. રંજીથકુમારની ચીખલી તાલુકાની શાળાઓની મુલાકાત: એક પ્રેરણાદાયી પગલું. આજના ઝડપી વિશ્વમાં શિક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવી એ દરેક સરકારી અધિકારીની પ્રાથમિકતા છે. તારીખ ૨૧ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ, માનનીય શ્રી જે. રંજીથકુમાર સાહેબ (આઈ.એ.એસ.), સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર, સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા ચીખલી તાલુકાની વિવિધ શાળાઓની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતમાં શૈક્ષણિક કાર્યો, ભૌતિક સુવિધાઓ, શિક્ષણની વિવિધ યોજનાઓ, મધ્યાહ્ન ભોજન (એમડીએમ) અને અન્ય બાબતોનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું. આ પ્રકારની મુલાકાતો શિક્ષણની ગુણવત્તા વધારવા અને વિદ્યાર્થીઓને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. શ્રી રંજીથકુમાર સાહેબે શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને તેમના અનુભવો અને સુઝાવો મેળવ્યા. આવી વાતચીતથી શિક્ષણ વ્યવસ્થામાં જરૂરી સુધારાઓને વેગ મળે છે. સમગ્ર શિક્ષા ગુજરાત કાર્યાલય તરફથી આ પ્રકારની મુલાકાતો નિયમિતપણે કરવામાં આવે છે, જેથી રાજ્યમાં શિક્ષણને વધુ અસરકારક બનાવી શકાય. આ મુલાકાતના કેન્દ્રમાં રહેલા શ્રી જે. રંજીથકુમાર એક અનુભવ...

ગાંધીનગર જિલ્લામાં કલેકટર શ્રી મેહુલ દવેના માર્ગદર્શનમાં રોપાઓનું વાવેતર કરાયું

ગાંધીનગર જિલ્લામાં કલેકટર શ્રી મેહુલ દવેના માર્ગદર્શનમાં રોપાઓનું વાવેતર કરાયું
ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રીની ઉપસ્થિતિમાં આજે આદરજ મોટી ગામે વૃક્ષા રોપણ કાર્યક્રમમાં ગ્રામજનો દ્વારા ૬૦૦ રોપાઓનું વાવેતર કરાયુ ગાંધીનગર: શનિવાર: દેશના વડાપ્રઘાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ઉમદા અભિયાન ’ એક પેડ મા કે નામ’ને સાચા અર્થમાં જિલ્લામાં સાર્થક કરવા માટે જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ ખાસ ધનિષ્ઠ વનીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં દશ લાખથી વધુ રોપાઓનું વાવેતર ૧૩૦૦થી વધુ હેકટર જમીનમાં કરવામાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લામાં ધનિષ્ઠ વનીકરણનું સુચારું આયોજન જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ ખાલી પડેલ જગ્યાઓ સાથે કચેરીઓ, શાળાઓ અને અન્ય સંસ્થાઓની ખાલી જગ્યા પર વૃક્ષા રોપણ કરવા માટે સર્વેને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ તેની સાથે વૃક્ષા રોપણ બાદ છોડનું જતન થાય તે વાતને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં ધનિષ્ઠ વનીકરણ અભિયાનને સાર્થક કરવા માટે ૧૩૧૨ હેકટર જમીનમાં ૧૦,૨૫,૦૨૭ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં ગાંધીનગર તાલુકામાં ૩૮૬ હેકટર જમીનમાં ૩,૧૩,૪૨૯ રોપાઓ, માણસા તાલુકામાં ૩૪૮ હેકટર જમીનમાં ૨,૭૬,૯૫૯ રોપાઓ, કલોલમાં ૨૩૪ હેકટર જમીનમાં ૧,૭૯,૫૪૪ રોપાઓ અને દહેગામમાં ૩૪૫ હેકટર જમીનમાં ૨,૫૫,૦૯૫ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવે દ્વારા જે ગામની મુલાકાત લેવામાં આવતી હતી. તે ગામમાં વૃક્ષારોપણ કરીને ગ્રામજનોને પ્રઘાનમંત્રીશ્રીના ઉમદા અભિયાનમાં સહભાગી થવા માટે અપીલ કરતાં હતા. તા. ૩૧મી ઓગસ્ટના રોજ જિલ્લા કલેકટરશ્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગર તાલુકાના આદરજ મોટી ગામ ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન,સરપંચ,સ્થાનિક પંચાયતના સભ્યો,ગ્રામજનો તેમજ આરોગ્યના સ્ટાફને સાથે રાખી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક પંચાયતને વનવિભાગ દ્વારા પૂરા પડેલા નાના-મોટા થઈ કુલ ૬૦૦ રોપાનું ગામની ખુલ્લી સરકારી જમીનમાં વાવી તમામ રોપાની યોગ્ય માવજત કરી જાળવણી કરવા ક્લેક્ટરશ્રીએ સર્વે ગ્રામજનોને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ગાંધીનગર પ્રાંત અધિકારી શ્રી બ્રિજેશ મોડિયા,મામલતદાર શ્રી હરેશ પટેલ અને તાલુકા વિકાસ અધિકારી શ્રી મલય ભુવા પણ ઉપસ્થિત હતા .

ગાંધીનગર જિલ્લામાં કલેકટર શ્રી મેહુલ દવેના માર્ગદર્શનમાં રોપાઓનું વાવેતર...

Posted by Info Gandhinagar GoG on Saturday, August 31, 2024

Comments