Skip to main content

Featured

સંઘર્ષથી સંકલ્પ સુધીની સફર — મોદીજીનું જીવન કવન

       સંઘર્ષથી સંકલ્પ સુધીની સફર — મોદીજીનું જીવન કવન વડનગરની ધરતીથી શરૂ થયેલી નરેન્દ્ર મોદીજીની જીવનયાત્રા સંઘર્ષ, શિસ્ત, સંકલ્પ અને જાહેર સેવાના વિવિધ પડાવોથી પસાર થઈને દેશના વડાપ્રધાન પદ સુધી પહોંચી છે. સાદા પરિવારમાં જન્મેલા નરેન્દ્ર મોદીજીના જીવનમાં બાળપણથી જ મહેનત અને રાષ્ટ્રસેવાના સંસ્કારો જોવા મળ્યા. યુવાનીમાં તેમણે ભારતભ્રમણ કરી દેશની વિવિધતા, સંસ્કૃતિ અને સમાજજીવનને નજીકથી સમજવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયા અને સંગઠન તથા જાહેર જીવનમાં પોતાની જવાબદારીઓ નિભાવતા આગળ વધ્યા. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે લાંબા સમય સુધી સેવા આપ્યા બાદ વર્ષ 2014માં તેઓ ભારતના વડાપ્રધાન બન્યા. ત્યારબાદ 2019માં અને ફરી 2024માં લોકસભા ચૂંટણી બાદ તેમણે વડાપ્રધાન તરીકે શપથ લીધા. મોદીજીના જાહેર જીવનમાં વિકાસ, ડિજિટલ ટેક્નોલોજી, સ્વચ્છતા, માળખાકીય સુવિધાઓ, આંતરરાષ્ટ્રીય સંબંધો અને વિવિધ કલ્યાણકારી કાર્યક્રમો જેવા મુદ્દાઓને મહત્વ મળ્યું છે. વડનગરથી દિલ્હી સુધીની આ સફર અનેક પડકારો, નિર્ણયો અને જવાબદારીઓથી ભરેલી રહી છે. તેમના જીવનપ્રવાસમાંથી મહેનત, શિસ્ત અ...

શિક્ષક કલ્યાણ નિધિમાં શિક્ષણ મંત્રી શ્રી ર્ડા.કુબેરભાઇ ડિંડોર અને મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસરિયાએ ફાળો અર્પણ કર્યો


શિક્ષક કલ્યાણ નિધિમાં શિક્ષણ મંત્રી શ્રી ર્ડા.કુબેરભાઇ ડિંડોર અને મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસરિયાએ ફાળો અર્પણ કર્યો
----------------------------------------------------
ગાંધીનગર: ગુરૂવાર: 
 આજીવન શિક્ષક અને પૂર્વ ભારતના રાષ્ટ્રપતિ સ્વ. સર્વપલ્લી રાધકૃષ્ણનની જન્મ જયંતિ તા. ૦૫મી સપ્ટેમ્બરને દેશભરમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વ્યક્તિ અને સમાજ ઘડતરમાં શિક્ષકોનું યોગદાન ખૂબ મહત્વનું છે. શિક્ષકોના આ પ્રદાનનું ઋણ સ્વીકાર કરવા આ દિવસે શિક્ષક કલ્યાણ નિધિમાં સૌ ફાળા રૂપે સ્વૈચ્છિક યોગદાન આપે છે. આજે શિક્ષક દિન નિમિત્તે રાજયના શિક્ષણ મંત્રી શ્રી ર્ડા.કુબેરભાઇ ડિંડોર અને મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસરિયાએ શિક્ષક કલ્યાણ નિધિમાં ફાળો અર્પણ કર્યો હતો. 
શિક્ષણ કલ્યાણ નિધિનો ફાળો લેવા શિક્ષણ મંત્રી શ્રી ર્ડા. કુબેરભાઇ ડિંડોર અને મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસરિયા પાસે સેન્ટઝેવિયર્સ સ્કુલના શિક્ષક શ્રી સ્મિતા એન્જીનીયર અને  વિદ્યાર્થી શામભાવી રાવલ, પર્વ પટેલ, તિશા પટેલ અને સ્કુલ ઓફ એચિવરમાંથી શિક્ષક શ્રી અજયકુમાર પટેલ અને વિદ્યાર્થીઓ સ્વરા ચાવડા, વેદાંગી પટેલ તથા હિતાર્થ પ્રજાપતિ ગયા હતા. આ વિદ્યાર્થીઓને મંત્રીશ્રીઓએ શિક્ષક દિને ગુરૂવર્યોના સમાજદાયિત્વનો ઋણસ્વીકાર કરતાં શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો. 
 આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.બી. પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગવાનભાઈ પ્રજાપતિ, પ્રાથમિક શિક્ષણાધિકારી પિયુષ પટેલ તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 
-------------------------------------------
જિલ્લા માહિતી કચેરી, ગાંધીનગર
CMO Gujarat Dr Kuber Dindor Praful Pansheriya Collector office Gandhinagar DDO Gandhinagar Deo Gandhinagar Gujarat Information


શિક્ષક કલ્યાણ નિધિમાં શિક્ષણ મંત્રી શ્રી ર્ડા.કુબેરભાઇ ડિંડોર અને મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસરિયાએ ફાળો અર્પણ...

Posted by Info Gandhinagar GoG on Thursday, September 5, 2024

Comments