Featured
- Get link
- X
- Other Apps
આનંદ નિકેતન શાળા- સુઘડ ગાંધીનગર ખાતે શિક્ષક દિન અંતર્ગત જિલ્લા તથા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવાના કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરાઈ
આનંદ નિકેતન શાળા- સુઘડ ગાંધીનગર ખાતે શિક્ષક દિન અંતર્ગત જિલ્લા તથા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવાના કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરાઈ
…………………………………………
"ભારતનું ભાવી વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે" - જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શિલ્પાબેન પટેલ
………………………………
શિક્ષક દિન નિમિત્તે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકો, શ્રેષ્ઠ શાળા અને પ્રતિભાશાળી બાળકોને સન્માનિત કરતા મહાનુભાવો
………………………………………………….
શ્રેષ્ઠ વ્યક્તિ નિર્માણ દ્વારા જ શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ શક્ય છે,અને શ્રેષ્ઠ વ્યક્તિ નિર્માણ એક શિક્ષક દ્વારાજ શક્ય છે- જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શિલ્પાબેન પટેલ
...................................................
ગાંધીનગર,ગુરુવાર
શિક્ષકો વગર શ્રેષ્ઠ સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ શક્ય નથી. શિક્ષક આદર્શ સમાજના નિર્માણનો પાયો છે. શિક્ષકોના અમૂલ્ય યોગદાન માટે સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા, ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શિલ્પાબેન પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આંનદ નિકેતન શાળા-સુઘડ, ગાંધીનગર ખાતે ૫મી સપટેમ્બર શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લા તથા તાલુકા કક્ષાએ શાળામાં શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકો,શાળા અને વિવિધ પરીક્ષાઓમાં સિદ્ધી હાંસલ કરનારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પારિતોષિક એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શિલ્પાબેન પટેલ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતુ કે, ‘શ્રેષ્ઠ વ્યક્તિ નિર્માણ દ્વારા જ શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ થાય છે અને શ્રેષ્ઠ વ્યક્તિ નિર્માણ એક શિક્ષક દ્વારાજ શક્ય છે.’ શિક્ષક સમગ્ર વિશ્વને બદલવાની ક્ષમતા ધરાવે છે. શિક્ષકો માટે આ વાત યથાર્થ છે કે 'વ્યક્તિ જન્મથી નહીં પોતાના કર્મથી જ મહાન બને છે.'
ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ આ પ્રસંગે સર્વ પુરસ્કૃત શિક્ષકમિત્રોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીના જીવનમાં શિક્ષકની ભૂમિકા ખુબ મહત્વની છે. જે બાળકોના ઉજ્જવળ ભાવિષ્યને સુનિશ્ચિત કરવાનું કાર્ય કરે છે. જિલ્લાનું કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર સહિત ગાંધીનગર જિલ્લા વહિવટી તંત્ર અને શિક્ષણ વિભાગ હરહંમેશ પ્રયત્નશીલ રહ્યું છે.તેમ જણાવતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ જિલ્લાના શિક્ષણ વિભાગની કામગીરી ને પણ બિરદાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે જેમ એક સિપાહી સરહદી સુરક્ષા કરે છે, તેમ શિક્ષકો સમાજમાં પ્રસરેલા દૂષણો અને કુરિવાજો સામે લડત આપી સ્વસ્થ અને શિક્ષિત સમાજનું નિર્માણ કરે છે.માટેજ આપણી સંસ્કૃતિમાં શિક્ષકનું પદ સર્વપરી માનવામાં આવે છે.
આ પ્રસંગે ગાંધીનગર જિલ્લાના શિક્ષણાધિકારીશ્રી ડૉ. બી. એન. પ્રજાપતિએ હાજર સૌનું શાબ્દિક સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લો સતત પ્રગતિ કરી રહ્યો છે, જેમાં શિક્ષકોની ભૂમિકા પ્રસંશનીય છે.સાથે સાથે સરકારશ્રીના સૌજન્ય થકી જિલ્લાનો શિક્ષણ વિભાગ હરહંમેશ યોજનાકીય લાભો દ્વારા વિધાર્થીઓને આગળ વધવામાં મદદ કરવા તત્પર છે.
શિક્ષણ દિવસ નિમિત્તે યોજાયેલા પારિતોષિક સન્માન સમારોહ અંતર્ગત જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠતા સન્માન પ્રાપ્ત કરનારા શિક્ષકોને રૂ. ૧૫ હજારનો ચેક, શાલ અને પ્રશસ્તિ પત્ર આપી પુરસ્કૃત કરાયા હતા. જ્યારે તાલુકા કક્ષાએ પસંદગી પામેલા શિક્ષકોને રૂ.૫ હજારનો ચેક, સાલ અને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમ દરમિયાન ગુજરાત સરકારશ્રી દ્વારા લેવાતી જ્ઞાન સાધના અને સીઈટી પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા, એસ.એસ.સી તથા એચ.એસ.સીમાં સો ટકા પરિણામ લાવનાર શાળાઓને પણ આ પ્રસંગે સન્માનિત કરવામાં આવ્યા હતા.
શિક્ષકદિન નિમિત્તે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે ૪ શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. તથા તાલુકા કક્ષાએ સાત શિક્ષકો પસંદ કરાયા હતા. આ ઉપરાંત ગાંધીનગર જિલ્લા શ્રેષ્ઠ શાળા સ્પર્ધામાં વિજેતા ૩ શાળાઓને પણ પુરસ્કૃત કરવામાં આવી હતી. સાથે સાથે એન.એસ.એસ યુનિટની શ્રેષ્ઠ કામગીરી બદલ જિલ્લાની ૧૨ શાળાઓને પણ પ્રશસ્તિપત્ર એનાયત કરાયા હતા.
આ પ્રસંગે ગાંધીનગરના મેયરશ્રી મીરાબેન પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ, માણસા વિસ્તારના ધારાસભ્યશ્રી જે.એસ પટેલ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી હંસાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી. જે પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી ડો.પી.કે પટેલ, પ્રાચાર્ય જિલ્લા શિક્ષણ અને તાલિમ શ્રી હિતેષ દવે તથા આનંદ નિકેતન સુઘળ શાળાના ટ્રસ્ટી શ્રી વિવેકભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
- Get link
- X
- Other Apps
Popular Posts
Gandhinagar : ચિત્રકૂટ એવોર્ડ ૨૦૨૪ માટે પાત્રતા અને અરજીની પ્રક્રિયા
- Get link
- X
- Other Apps
આદિવાસી ગૌરવ દિવસ: ભૂપેન્દ્ર પટેલે 37 વિકાસ કાર્યના ઉદ્ઘાટન સાથે આદિવાસી સમુદાય માટે નવી યોજના શરૂ કરી.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment