Skip to main content

Featured

સંઘર્ષથી સંકલ્પ સુધીની સફર — મોદીજીનું જીવન કવન

       સંઘર્ષથી સંકલ્પ સુધીની સફર — મોદીજીનું જીવન કવન વડનગરની ધરતીથી શરૂ થયેલી નરેન્દ્ર મોદીજીની જીવનયાત્રા સંઘર્ષ, શિસ્ત, સંકલ્પ અને જાહેર સેવાના વિવિધ પડાવોથી પસાર થઈને દેશના વડાપ્રધાન પદ સુધી પહોંચી છે. સાદા પરિવારમાં જન્મેલા નરેન્દ્ર મોદીજીના જીવનમાં બાળપણથી જ મહેનત અને રાષ્ટ્રસેવાના સંસ્કારો જોવા મળ્યા. યુવાનીમાં તેમણે ભારતભ્રમણ કરી દેશની વિવિધતા, સંસ્કૃતિ અને સમાજજીવનને નજીકથી સમજવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયા અને સંગઠન તથા જાહેર જીવનમાં પોતાની જવાબદારીઓ નિભાવતા આગળ વધ્યા. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે લાંબા સમય સુધી સેવા આપ્યા બાદ વર્ષ 2014માં તેઓ ભારતના વડાપ્રધાન બન્યા. ત્યારબાદ 2019માં અને ફરી 2024માં લોકસભા ચૂંટણી બાદ તેમણે વડાપ્રધાન તરીકે શપથ લીધા. મોદીજીના જાહેર જીવનમાં વિકાસ, ડિજિટલ ટેક્નોલોજી, સ્વચ્છતા, માળખાકીય સુવિધાઓ, આંતરરાષ્ટ્રીય સંબંધો અને વિવિધ કલ્યાણકારી કાર્યક્રમો જેવા મુદ્દાઓને મહત્વ મળ્યું છે. વડનગરથી દિલ્હી સુધીની આ સફર અનેક પડકારો, નિર્ણયો અને જવાબદારીઓથી ભરેલી રહી છે. તેમના જીવનપ્રવાસમાંથી મહેનત, શિસ્ત અ...

વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતે સમાજના ઉત્તમ ઘડવૈયા શ્રેષ્ઠ શિક્ષકો સાથે વિચારગોષ્ઠી તેમજ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર રાજ્યના શિક્ષકોશ્રીઓનું સન્માન

 વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતે સમાજના ઉત્તમ ઘડવૈયા શ્રેષ્ઠ શિક્ષકો સાથે વિચારગોષ્ઠી તેમજ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર રાજ્યના શિક્ષકોશ્રીઓનું સન્માન

શ્રેષ્ઠ શિક્ષક એટલે....જીવનમાં જ્ઞાન અને ગુણોનું સિંચન કરનાર અને ક્ષણે ક્ષણે નવું શીખવનાર…




શિક્ષકદિનની પૂર્વ સંધ્યાએ આજે વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતે સમાજના ઉત્તમ ઘડવૈયા શ્રેષ્ઠ શિક્ષકો સાથે વિચારગોષ્ઠી તેમજ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર રાજ્યના શિક્ષકોશ્રીઓના સન્માનમાં આયોજીત “ શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક “ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સર્વે શિક્ષકોનું અભિવાદન કર્યું. 

રાષ્ટ્રનિર્માણમાં શિક્ષકોની પાયાની ભૂમિકા છે. વિદ્યાર્થીઓના શિક્ષણ અને સંસ્કારસિંચન પ્રત્યે સમર્પિત હોય તેવા શિક્ષકોનું સમાજમાં ખૂબ આદરભર્યું સ્થાન છે. કંકરમાંથી શંકર બનાવવાનું કામ કરતા ફરજનિષ્ઠ શિક્ષકોના હિત માટે રાજ્ય સરકાર સદૈવ પ્રતિબદ્ધ છે.

#TeachersDay #TeachersDayGuj #Teachers 

#TeachersDay2024 #Education



શ્રેષ્ઠ શિક્ષક એટલે....જીવનમાં જ્ઞાન અને ગુણોનું સિંચન કરનાર અને ક્ષણે ક્ષણે નવું શીખવનાર… શિક્ષકદિનની પૂર્વ સંધ્યાએ...

Posted by Dr Kuber Dindor on Wednesday, September 4, 2024

Comments