Skip to main content

Featured

સંઘર્ષથી સંકલ્પ સુધીની સફર — મોદીજીનું જીવન કવન

       સંઘર્ષથી સંકલ્પ સુધીની સફર — મોદીજીનું જીવન કવન વડનગરની ધરતીથી શરૂ થયેલી નરેન્દ્ર મોદીજીની જીવનયાત્રા સંઘર્ષ, શિસ્ત, સંકલ્પ અને જાહેર સેવાના વિવિધ પડાવોથી પસાર થઈને દેશના વડાપ્રધાન પદ સુધી પહોંચી છે. સાદા પરિવારમાં જન્મેલા નરેન્દ્ર મોદીજીના જીવનમાં બાળપણથી જ મહેનત અને રાષ્ટ્રસેવાના સંસ્કારો જોવા મળ્યા. યુવાનીમાં તેમણે ભારતભ્રમણ કરી દેશની વિવિધતા, સંસ્કૃતિ અને સમાજજીવનને નજીકથી સમજવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયા અને સંગઠન તથા જાહેર જીવનમાં પોતાની જવાબદારીઓ નિભાવતા આગળ વધ્યા. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે લાંબા સમય સુધી સેવા આપ્યા બાદ વર્ષ 2014માં તેઓ ભારતના વડાપ્રધાન બન્યા. ત્યારબાદ 2019માં અને ફરી 2024માં લોકસભા ચૂંટણી બાદ તેમણે વડાપ્રધાન તરીકે શપથ લીધા. મોદીજીના જાહેર જીવનમાં વિકાસ, ડિજિટલ ટેક્નોલોજી, સ્વચ્છતા, માળખાકીય સુવિધાઓ, આંતરરાષ્ટ્રીય સંબંધો અને વિવિધ કલ્યાણકારી કાર્યક્રમો જેવા મુદ્દાઓને મહત્વ મળ્યું છે. વડનગરથી દિલ્હી સુધીની આ સફર અનેક પડકારો, નિર્ણયો અને જવાબદારીઓથી ભરેલી રહી છે. તેમના જીવનપ્રવાસમાંથી મહેનત, શિસ્ત અ...

દહેગામ નગરપાલિકા દ્વારા જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેના સૂચનથી ચાર દિવસ સ્વચ્છતા ઝુંબેશ કરીને કન્સ્ટ્રકશન એન્ડ ડેમોનેશન વેસ્ટ સાથે ૧૬ ટન જેટલા કચરાનો નિકાલ કર્યો

દહેગામ નગરપાલિકા દ્વારા જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેના સૂચનથી ચાર દિવસ સ્વચ્છતા ઝુંબેશ કરીને કન્સ્ટ્રકશન એન્ડ ડેમોનેશન વેસ્ટ સાથે ૧૬ ટન જેટલા કચરાનો નિકાલ કર્યો
દહેગામ નગરપાલિકા દ્વારા અંડરબ્રિજમાંથી પાણી દૂર કરીને દવાનો છંટકાવ કર્યો : સમગ્ર નગરમાં જંતુનાશક દવાના છંટકાવ સાથે ફોગીંગ કરાવવામાં આવ્યું ------------------------------------------------- ગાંધીનગર: શનિવાર: ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવે એ તમામ નગરપાલિકામાં વરસાદ બાદ મચ્છર જન્ય રોગ ન ફેલાય અને કયાં પાણી લાંબા સમય સુધી ભરાયેલું ન રહે તે માટે સ્વચ્છતાને પ્રઘાન્ય આપવા ભારપૂર્વક જણાવ્યું હતું. જે અનુસંઘાને દહેગામ નગરપાલિકા વિસ્તારમાંથી છેલ્લા ચાર દિવસમાં કન્સ્ટ્રશન એન્ડ ડેમોનેશન વેસ્ટ સાથે કુલ- ૧૬ ટન જેટલા કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લામાં સતત ત્રણ દિવસ દરમ્યાન વરસાદી માહોલ રહ્યો હતો. જિલ્લામાં સંતોષ જનક વરસાદ થયો છે. વરસાદ બાદ જિલ્લા વહીવટી તંત્રએ જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા સાથે દવા છંટકાવ અને રોડનું પીચ વર્ક જેવા કામોનો આરંભ કર્યો છે. દહેગામ નગરપાલિકા વિસ્તારમાં વરસાદ બાદ છેલ્લા ચાર દિવસથી નગરપાલિકાના ચીફ ઓફિસરના માર્ગર્દશન હેઠળ સ્વ્ચ્છતા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ દરમ્યાન નગરપાલિકા વિસ્તારના સાત વોર્ડમાં ચાર ટ્રેકટર, બે જેસીબી, બે પાણી ખેંચવાના પંપ, બે વેક્યુમ મશીન અને ૭૦ જેટલા વ્યક્તિઓ દ્વારા સતત નગરને સ્વચ્છ બનાવવા કામગીરી કરી રહ્યા છે. સ્વચ્છતા અભિયાન દરમ્યાન નગરપાલિકા દ્વારા સીએનડી અને અન્ય વેસ્ટ મળીને કુલ- ૧૬ ટન જેટલા કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. આ સાથે નગરપાલિકા દ્વારા અંડરબ્રિજમાં ભરાયેલ પાણીને દૂર કરવામાં આવ્યું છે. તેની સાથે ત્યાં વરસાદી પાણીમાં આવેલ માટી અને અન્ય કચરાનો નિકાલ કરીને દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. તેમજ નગરપાલિકા દ્વારા નગરના મુખ્ય માર્ગોની સફાઇ સાથે મચ્છર જન્ય રોગ ન થાય તેની તકેદારીના ભાગે રૂપે જંતુનાશક પાઉડરનો છંટકાવ કરવામાં આવ્યો છે. પાણી ભરાયેલ વિસ્તારમાં મેલેરિયા ઓઇલ નાખવામાં આવ્યા છે. તેમજ ફોગીંગની પણ કામગીરી કરવામાં આવી છે.

દહેગામ નગરપાલિકા દ્વારા જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેના સૂચનથી ચાર દિવસ સ્વચ્છતા ઝુંબેશ કરીને કન્સ્ટ્રકશન એન્ડ ડેમોનેશન...

Posted by Info Gandhinagar GoG on Saturday, August 31, 2024

Comments