Skip to main content

Featured

સમગ્ર શિક્ષા ગુજરાતના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જે. રંજીથકુમારની ચીખલી તાલુકાની શાળાઓની મુલાકાત: એક પ્રેરણાદાયી પગલું.

સમગ્ર શિક્ષા ગુજરાતના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જે. રંજીથકુમારની ચીખલી તાલુકાની શાળાઓની મુલાકાત: એક પ્રેરણાદાયી પગલું. આજના ઝડપી વિશ્વમાં શિક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવી એ દરેક સરકારી અધિકારીની પ્રાથમિકતા છે. તારીખ ૨૧ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ, માનનીય શ્રી જે. રંજીથકુમાર સાહેબ (આઈ.એ.એસ.), સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર, સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા ચીખલી તાલુકાની વિવિધ શાળાઓની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતમાં શૈક્ષણિક કાર્યો, ભૌતિક સુવિધાઓ, શિક્ષણની વિવિધ યોજનાઓ, મધ્યાહ્ન ભોજન (એમડીએમ) અને અન્ય બાબતોનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું. આ પ્રકારની મુલાકાતો શિક્ષણની ગુણવત્તા વધારવા અને વિદ્યાર્થીઓને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. શ્રી રંજીથકુમાર સાહેબે શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને તેમના અનુભવો અને સુઝાવો મેળવ્યા. આવી વાતચીતથી શિક્ષણ વ્યવસ્થામાં જરૂરી સુધારાઓને વેગ મળે છે. સમગ્ર શિક્ષા ગુજરાત કાર્યાલય તરફથી આ પ્રકારની મુલાકાતો નિયમિતપણે કરવામાં આવે છે, જેથી રાજ્યમાં શિક્ષણને વધુ અસરકારક બનાવી શકાય. આ મુલાકાતના કેન્દ્રમાં રહેલા શ્રી જે. રંજીથકુમાર એક અનુભવ...

ગાંધીનગર: આઇ.આઇ.ટી.ઇ. ગાંધીનગર દ્વારા આયોજિત સૈનિક સ્કુલના શિક્ષકોના તાલીમ વર્ગને મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસરિયાના હસ્તે ખુલ્લો મુકાયો

  

ગાંધીનગર: આઇ.આઇ.ટી.ઇ. ગાંધીનગર દ્વારા આયોજિત સૈનિક સ્કુલના શિક્ષકોના તાલીમ વર્ગને મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસરિયાના હસ્તે ખુલ્લો મુકાયો

----------------------------------------------------

બાળકોમા શિક્ષણ થકી જ સારા વિચારો પ્રસ્થાપિત અને ત્યગાની ભાવના પેદા કરી શકાય છે.....  શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસરિયા

----------------------------------------------------

: શિક્ષણ રાજય મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસરિયા :

 *સહકાર ભાવના અને રાષ્ટ્રને કંઇક અર્પણ કરવાનો ભાવ પણ બાળકોમાં શિક્ષણ થકી જ આવી શકે છે


  ભારત દેશની સંસ્કૃતિ જ્ઞાનની પૂજા કરે છે

  બાળક શિક્ષણ મેળવ્યા બાદ ભાષાવાદ, કોમવાદ, પ્રાંતવાદ કે જ્ઞાતિવાદ જેવા દૂષણોમાં ન પડે તે પ્રકારના વિચારોનું સિંચન વિદ્યાર્થીમાં કરવું જરૂરી છે

----------------------------------------------------

ગાંધીનગર: સોમવાર: 

 બાળકોમા શિક્ષણ થકી જ સારા વિચારો પ્રસ્થાપિત અને ત્યગાની ભાવના પેદા કરી શકાય છે. તેની સાથે સહકાર ભાવના અને રાષ્ટ્રને કંઇક અર્પણ કરવાનો ભાવ પણ બાળકોમાં શિક્ષણ થકી જ આવી શકે છે, તેવું આઇ.આઇ.ટી.ઇ. ગાંધીનગર દ્વારા સૈનિક સ્કુલ શિક્ષકો માટેના તાલીમ વર્ગનો આરંભ કરાવતાં શિક્ષણ રાજય મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસરિયાએ જણાવ્યું હતું. 

 સૈનિક સ્કુલના શિક્ષકોની આઇ.આઇ.ટી.ઇ, સેકટર- ૧૫ ખાતે બાર દિવસ ચાલનાર તાલીમ વર્ગનું દીપ પ્રાગટય કરીને શિક્ષણ રાજય મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસેરિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ભારત દેશની સંસ્કૃતિ જ્ઞાનની પૂજા કરે છે. એટલે જ દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરનાર વૈજ્ઞાનિક શ્રી એ.પી.જે. અબ્દુલ કલામ સહિત અનેક જ્ઞાન વ્યકતિઓને દેશે અનેક રીતે સન્માન આપ્યું છે.આજે ભારતીય સંસ્કૃતિ અને સમાજમાં ગુરૂજનો પ્રત્યે આદર અને સન્માનનો ભાવ છે. 

 સત્વ, રજ અને તમ્સ એમ ત્રણ પ્રકારના વિચારો વ્યક્તિમાં આવે છે, તેની દષ્ટાંત પૂર્વક વાત કરીને મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસરિયાએ જણાવ્યું હતું કે, દેશમાં ગુરૂઓની જવાબદારી વધી રહી છે. એક બાળક શિક્ષણ મેળવ્યા બાદ ભાષાવાદ, કોમવાદ, પ્રાંતવાદ કે જ્ઞાતિવાદ જેવા દૂષણોમાં ન પડે તે પ્રકારના વિચારોનું સિંચન વિદ્યાર્થીમાં કરવું જરૂરી છે. વિચારોના પ્રદૂષણ થકી જ સમાજમાં અન્ય દૂષણો વઘી રહ્યા છે. આજે પણ વિશ્વમાં આંખોની ભાષા શ્રેષ્ઠ ભાષા છે. 

 તેમણે ઉમેર્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં શિક્ષા સારા વિચારો સાથે જીવન જીવવા આપવામાં આવી રહી છે. જેથી જ આપણને આપણી ભારતીય સંસ્કૃતિના વારસા પર ગૌરવ છે. અમેરિકાનો ઉદ્દભવ થયો ન હતો, તે સમય ભારતીય સંસ્કૃતિએ ખોગળશાસ્ત્ર અને ચિકિત્સા શાસ્ત્રએ ગ્રંથોનું નિર્માણ થયું છે. ભારત દેશમાં વર્ષો અગાઉ તક્ષશિલા, નાલંદા જેવી વિધાપીઠોમાં લોકો શિક્ષા મેળવવા આવતાં હતા. 

 તેમણે જણાવ્યું હતું કે, જ્ઞાન એ શ્રેષ્ઠ છે, આપણે આપણું કર્મ કરવાનું છે, ફળની આશા નથી રાખવાની તેવા ગીતાના ઉપદેશનું સાચું જ્ઞાન બાળકોને આપવા અને સમજવાની જરૂર છે. આજની પેઢી માનસિક તણાવમાંથી બહાર લાવવાનો આ સરળ માર્ગ છે. 

 આ પ્રસંગે આઇ.આઇ.ટી.ઇના ઉપ કુલપતિ શ્રી ર્ડા. કલ્પેશ પાઠકે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રઘાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની ર્દઘદષ્ટિના કારણે આઇ.આઇ.ટી.ઇ., ચિલ્ડ્રન, સ્પોર્ટ જેવી પાંચ યુનિવર્સીટીનું નિર્માણ ગુજરાતમાં થયું છે. આઇ.આઇ.ટી.ઇ.ના નિર્માણ પાછળની રસપ્રદ વાત કરીને શિક્ષણ આપતાં શિક્ષકોના વિવિધ જ્ઞાનની વૃધ્ધિ કરવાનું કામ કરે છે. સરસ્વતીના ઉપાસકો એવા શિક્ષકોએ તેમના જ્ઞાનને સતત વધારવું જોઇએ. 

 ચિલ્ડ્રન યુનિવર્સીટીના ઉપ કુલપતિ શ્રી ર્ડા. સંજય ગુપ્તાએ જણાવ્યું હતું કે, કોઇપણ રાષ્ટ્રનો વિકાસ કરવા માટે ગુણવત્તા યુક્ત શિક્ષણ જરૂરી છે. ગુણવત્તા યુક્ત શિક્ષણ માટે આવા તાલીમ વર્ગ શિક્ષકોના જ્ઞાનમાં વધારો કરે છે. આઇ.આઇ.ટી.ઇ. એક શિક્ષકને જ્ઞાન આપે છે, પણ તે જ્ઞાન તે શિક્ષક થકી અનેક વિદ્યાર્થીઓ સુધી પહોંચે છે. કયા બાળકમાં કયા ક્ષેત્રેમાં વિકાસ કરવાની શક્તિ પડી છે, તે શિક્ષકોએ પારખવું પડશે, તે દિશામાં આગળ વધવાની તક તે બાળકને મળશે, તો તે અવશ્ય તે ક્ષેત્રની ટોચ સુધી પહોંચી શકશે. 

 કાર્યક્રમના આરંભે આઇ.આઇ.ટી.ઇ.ના તાલીમ વિભાગના નિયામક શ્રી ર્ડા. સોનલ થરેજાએ મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત કરીને તાલીમની વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે આઇ.આઇ.ટી.ઇના ડેપ્યુટી ડાયરેકટર શ્રી નંદન પંડયાએ આભારવિધી વ્યક્ત કરી હતી. 

 આ પ્રસંગે સૈનિક સ્કુલ, બાલાછળના આચાર્ય શ્રી કર્નલ શ્રેયસ મહેતા, આઇ.આઇ.ટી..ઇ. રજિસટ્રાર શ્રી અનિલ વરસદ સહિત સૈનિક સ્કુલના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. 

---------------------------------------------------------

જિલ્લા માહિતી કચેરી, ગાંધીનગર

CMO Gujarat Dr Kuber Dindor Collector office Gandhinagar DDO Gandhinagar Deo Gandhinagar Gujarat Information









Comments