Featured
- Get link
- X
- Other Apps
દહેગામના અંતરિયાળ આંત્રોલી ગામની શાળાના આચાર્ય શ્રી વસંતકુમાર પટેલને રાજયમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ કરાયા
એક આદર્શ, ઉમદા અને મોડલ શાળાનું નિર્માણ કરનાર દહેગામના અંતરિયાળ આંત્રોલી ગામની શાળાના આચાર્ય શ્રી વસંતકુમાર પટેલને રાજયમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ કરાયા
-----------------------------------------
શાળાના આચાર્ય શ્રી વસંતભાઇ પટેલ શ્રેષ્ઠ શિક્ષક તરીકે એનાયત થનાર પારિતોષિકની રકમ શાળા અને વિધાર્થીઓના વિકાસ કાર્ય માટે અર્પણ કરશે.
-----------------------------------------
: અભ્યાસ સાથે સાથે શાંતિની પણ અનુભૂતિ કરાવે તેવી આંત્રોલી ગામની પ્રાથમિક શાળામાં :
બાળકોના માનસિક સાથે શારિરીક વિકાસ માટે રનીંગ ટ્રેક પણ બનાવવામાં આવી
એક ઉમદા લાયબ્રેરી જયાં હાલમાં ૩૫૦૦ જેટલા પુસ્તકો છે
શાળામાં ઓપન બે કલાસ રૂમ અને ત્રણ સ્માર્ટ કલાસ
બાળકો માટે ડાન્સ, ગરબા કે અન્ય પ્રવૃત્તિ કરવા માટે સાંસ્કૃતિક હોલ
આચાર્યની રૂમમાં બેસવાની ખુરશીઓ વેસ્ટ ટાયરમાંથી બેસ્ટ કાર્ય કરીને બનાવવામાં આવી છે.
-----------------------------------------
આચાર્ય ચાણક્ય એ પણ કહ્યું છે કે, શિક્ષક કભી સાઘરણ નહી હોતા, પ્રલય ઓર નિર્માણ ઉનકી ગોદમેં પહલતે હૈ.... આ વાકયને સાચા અર્થમાં દહેગામ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી આંત્રોલી પ્રાથમિક શાળાના આચાર્ય અને રાજયમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામનાર શ્રી વસંતકુમાર ગણપતભાઇ પટેલે સાચા અર્થમાં સાર્થક કર્યું છે. તેમણે શાળા સંકુલને હરિયાળું, ધ્યાનકર્ષિત અને ઇન્ફાસ્ટ્રકચરને આધુનિક બનાવી એક મોડલ શાળા બનાવવા અથાગ મહેનત કરી છે. શાળાના આચાર્યશ્રી શ્રેષ્ઠ શિક્ષક તરીકે એનાયત થનાર પારિતોષિકની રકમ પણ શાળા અને વિધાર્થીઓના વિકાસ કાર્ય માટે અર્પણ કરશે.
ગાંધીનગરથી નજીક આવેલા ડભોડા ગામના વસંતકુમાર ગણપતભાઇ પટેલ વતની છે. તેમના પિતા ખેતી સાથે સંકળાયેલ છે. તેઓ દહેગામ તાલુકાના મેશ્વો નદીની પાસે આવેલા આંત્રોલી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. તેમના પત્ની શ્રી સુધાબેન પટેલ પણ ગાંધીનગર તાલુકાના વજાપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક છે. આચાર્ય વસંતભાઇ પટેલ તેમના વિચારોથી પણ સમૃધ્ધ વ્યક્તિ ઘરાવે છે. તેઓ કહે છે કે જીવનમાં હમેંશા પોતાના કર્મને પ્રાધાન્ય આપવું. આ વિચાર થકી શાળા પરિવારના મોભી ( આચાર્ય) હોવાની ભૂમિકાને તેમણે સાચા અર્થમાં અદા કરી એક ઉમદા શાળાનું નિર્માણ કર્યું છે.
આવતીકાલ શિક્ષક દિને રાજયના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન થનાર અને આંત્રોલી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી વસંતકુમાર પટેલે જણાવ્યું હતું કે, હું શાળાના આચાર્ય તરીકે અહીં હાજર થયો, ત્યારે શાળા માત્ર બે ઓરડામાં ચાલતી હતી. શાળાના ઓરડા પણ સારા ન હતા. જેથી મનમાં વિચાર આવ્યો કે, આવા માહોલમાં શાળાના બાળકોને શાળામાં ભણવાની મજા ન આવે. શિક્ષણ કાર્ય જ વ્યક્તિત્વ વિકાસ, સમાજ કલ્યાણ અને રાષ્ટ્ર નિર્માણમાં મહત્વની ભૂમિકા અદા કરે છે. શાળાનું સંકુલ અને સારા ઓરડાઓનું નિર્માણ કરવું છે. તેવો ર્દઢ મનોબળ મનાવી લીધું હતું. આ શાળાના ઓરડા અંગેની જાણ જિલ્લા કક્ષાએ કરવામાં આવતા જ મને સારા ઓરડા બનાવવામાં આવશે, તેની ખાત્રી મળી ગઇ હતી. ત્યારબાદ આ શાળાને માત્ર ઇન્ફાસ્ટ્રકચરથી જ સમૃધ્ધ બનાવવાની ન હતી, પણ શાળાને મારા મનમાં કલ્પના હતી, તે રીતે સુંદર મજાનું શાળાનું સંકુલ હોય, રમતગમત માટેની મજાની જગ્યા હોય, સાથે સાથે બાળકોને વાંચન પ્રત્યેનો શોખ કેળવાય તે માટેની ઉમદા લાયબ્રેરી હોય એવા અનેક આયામોને સાર્થક કરવા હતા.
મનની કલ્પનાની શાળા બનાવવા માટે મને મારા સાથી શિક્ષકોનો ખૂબ જ સાથ અને સહકાર હતો, જેથી મારા મનોબળમાં એક નવી ઉર્જા આવતી હતી. આ કલ્પનાને લઇને હું ગામના અગ્રણી અને ગ્રામજનોની મુલાકાત કરી હતી. ત્યારે તેના પાછળના ખર્ચથી સૌ કોઇ કહે સાહેબ આટલો બધો ફાળો તો અમો આપને નહિ આપી શકીએ, પણ જેટલો થાય તેટલો સહયોગ અમારા ગામના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અમો આપને આપીશું. બસ, આ હકારાત્મક સહયોગે મારી કલ્પનાની શાળાના નિર્માણ કાર્ય સાર્થક કરવા માટે માનસિક મજબૂત કરી દીધો હતો. તે પછી મે નજીકના મિત્રો, પરિચિત વ્યક્તિઓ અને અગ્રણીઓને મારી શાળાના વિકાસ માટે યથાશક્તિ નાણાંકીય સહાય માટે ટહુકો કર્યો હતો. શાળાના બાળકોના અભ્યાસની વાત હતી. જેથી મને સર્વેનો સહકાર મળ્યો પણ મારા સાથી શિક્ષકોએ પણ લોકો ફાળો એકઠો કરવામાં મદદરૂપ બન્યા હતા. જોત જોતામાં તો મારી કલ્પનાની શાળાનું નિર્માણ કાર્ય આરંભ થઇ ગયો હતો. આજે એક સાચા અર્થમાં આદર્શ કહી શકાય તેવી શાળાનું નિર્માણ થઇ ગયું છે.
તેમણે જણાવ્યું હતું કે, બાળકોને માનસિક સાથે શારિરીક વિકાસ માટે રનીંગ ટ્રેક પણ બનાવવામાં આવી છે. તેમજ દેશના વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વાંચે ગુજરાત અભિયાનમાંથી પ્રેરણા લઇને એક ઉમદા લાયબ્રેરી બનાવવામાં આવી છે. જયાં હાલમાં ૩૫૦૦ જેટલા પુસ્તકો પણ છે. અમો શાળા સમય દરમ્યાન દરરોજ એક કલાસના વિધાર્થીઓને સાંજના ૪ વાગ્યા બાદ લાયબ્રેરીમાં લઇ જઇએ છીએ. ત્યાં બાળકોને પોતાના મનગમતા પુસ્તકો સાથે વાંચન- લેખનની પણ છુટ આપવામાં આવી છે. જેથી બાળકો પુસ્તકોથી નજીક આવે, તેમના વાણી- વિચારનો પણ વિકાસ થાય. હાલમાં શાળામાં ઓપન બે કલાસ રૂમ પણ ચલાવીએ છીએ. તેમજ ત્રણ સરકાર તરફથી સ્માર્ટ કલાસ પણ બનાવી આપવામાં આવ્યા છે. બાળકોમાં ડાન્સ, ગરબા કે અન્ય પ્રવૃત્તિ કરવા માટે લોક સહયોગથી સાંસ્કૃતિક હોલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.
આ શાળાનું વાતાવરણ અભ્યાસ સાથે સાથે શાંતિની પણ અદૂભૂત અનુભૂતિ કરાવે છે. કોઇ ખાનગી શાળા પણ આટલી હરિયાળી નહિ હોય તેવી દહેગામ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી આંત્રોલી ગામની પ્રાથમિક શાળા છે. તેમજ આચાર્યની રૂમમાં પણ બેસવાની ખુરશીઓ વેસ્ટ ટાયરમાંથી બેસ્ટ કાર્ય કરીને બનાવવામાં આવી છે.
-----------------------------------------------------
જિલ્લા માહિતી કચેરી, ગાંધીનગર
CMO Gujarat Dr Kuber Dindor Praful Pansheriya Collector office Gandhinagar DDO Gandhinagar Deo Gandhinagar Gujarat Information
એક આદર્શ, ઉમદા અને મોડલ શાળાનું નિર્માણ કરનાર દહેગામના અંતરિયાળ આંત્રોલી ગામની શાળાના આચાર્ય શ્રી વસંતકુમાર પટેલને...
Posted by Info Gandhinagar GoG on Wednesday, September 4, 2024
"શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક- ૨૦૨૪" શિક્ષક દિવસે રાજ્યસ્તરે સન્માન મેળવનાર ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલી આંત્રોલી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી વસંત કુમાર ગણપતભાઇ પટેલ #teachersday2024 #શિક્ષકદિન CMO Gujarat Dr Kuber Dindor Praful Pansheriya Collector office Gandhinagar DDO Gandhinagar Deo Gandhinagar Gujarat Information
Posted by Info Gandhinagar GoG on Wednesday, September 4, 2024
- Get link
- X
- Other Apps
Popular Posts
સમગ્ર શિક્ષા ગુજરાતના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જે. રંજીથકુમારની ચીખલી તાલુકાની શાળાઓની મુલાકાત: એક પ્રેરણાદાયી પગલું.
- Get link
- X
- Other Apps
દાહોદ જિલ્લા કલેકટરશ્રી અને મુખ્યમંત્રી દ્વારા પ્રાથમિક શાળા, ઉકરડીના શિક્ષકશ્રી હઠીલાનું સન્માન
- Get link
- X
- Other Apps













Comments
Post a Comment