Featured
- Get link
- X
- Other Apps
Gandhinagar : ’રાજય સેવક તમારા ગામે’ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેએ દહેગામના હરખજીના મુવાડા ગામની મુલાકાત લીઘી
Gandhinagar : ’રાજય સેવક તમારા ગામે’ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેએ દહેગામના હરખજીના મુવાડા ગામની મુલાકાત લીઘી
-----------------------------
હરખજીના મુવાડા ગામના ગ્રામજનોના બે પ્રશ્નનું નિરાકરણ સ્થળ પરથી કલેકટરશ્રીએ કરી દીઘું : ગ્રામજનોએ સરકારી તમામ સેવાઓથી સંતોષ વ્યક્ત કર્યો
-----------------------------
સ્વચ્છતા હી સેવા અભિયાન પાછળનો ઉમદા ભાવ ગ્રામજનોને સમજાવી કલેકટરશ્રીએ સ્વચ્છતાના આગ્રહી બનવા ગ્રામજનોને અનુરોઘ કર્યો : સ્વચ્છતા અંગેના શપથ ગ્રામજનોને લેવડાવ્યા
-----------------------------
ગાંધીનગર: શુક્રવાર:
ગાંધીનગર જિલ્લામાં શરૂ કરવામાં આવેલા ’રાજય સેવક તમારા ગામે’ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેએ દહેગામ તાલુકાના અંતરિયાળ હરખજીના મુવાડા ગામની મુલાકાત લીઘી હતી. આ મુલાકાત દરમ્યાન ગ્રામજનો દ્વારા કલેકટરશ્રી સમક્ષ બે પ્રશ્ન રજૂ કરવામાં આવ્યા હતા. કલેકટરશ્રીએ બન્ને પ્રશ્નનું નિરાકરણ સ્થળ ઉપર જ લાવી દીઘું હતું.
રાજયભરમાં સૌ પ્રથમ ગાંધીનગર જિલ્લામાં કલેકટર શ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ દરેક ગામ સુધી જ નહિ, પણ દરેક નાગરિક સુધી જઇ લોકાભુમિખ વહીવટી તંત્રનું નિર્માણ કરવાના ઉમદા ભાવ સાથે જિલ્લામાં રાજય સેવક તમારા ગામે કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ થકી આજદિન સુઘી જિલ્લાના ૨૦૦ જેટલા ગામની મુલાકાત જિલ્લાના અધિકારીશ્રીઓ દ્વારા લેવામાં આવી છે.
આજે ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેએ દહેગામ તાલુકાના હરખજીના મુવાડા ગામની મુલાકાતે ગયા હતા. કલેકટરશ્રીનું ગામના સરપંચ અને ગ્રામજનો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સ્વાગત બાદ ગ્રામજનો સાથે કલેકટરશ્રીએ સંવાદ કર્યો હતો. તેમના પ્રશ્નો રજૂ કરવા જણાવ્યું હતું. ગ્રામજનો દ્વારા ગામમાં મંજૂર થયેલા રોડનું કામ લાંબા સમયથી શરૂ કરવામાં આવ્યું નથી. જે પ્રશ્ન અંગે કલેકટરશ્રીએ સંબંધિત અધિકારી સાથે મોબાઇલથી વાત કરીને આ રોડનું કામ ખૂબ જ ઝડપી શરૂ કરવાની સૂચના આપી હતી. અધિકારી દ્વારા આ રોડનું કામ દશ દિવસમાં શરૂ કરવાનું જણાવ્યું હતું. ગામમાં પીવાના પાણીના બોરના મીટરની ઓરડી બનાવવાનો પ્રશ્ન હતો, તે પ્રશ્નનું પણ નિરાકરણ તાત્કાલિક કલેકટરશ્રીએ લાવી દીઘું હતું.
આ સિવાય કલેકટરશ્રીએ ગ્રામજનોને ગ્રામ પંચાયત કચેરી, આરોગ્ય સેવા, શિક્ષણ, રેશનકાર્ડ, સરકારની ફેલગશીપ યોજનાઓના લાભથી કોઇપણ લાભાર્થી ગામમાં વંચિત છે કે નહિ, તે બાબતે પ્રશ્ન કર્યો હતો, ત્યારે ગ્રામજનોએ સરકારની તમામ સેવાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
જિલ્લા કલેકટરશ્રીએ ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લઇ બાળકો સાથે સંવાદ કર્યો હતો. તેમજ પેટા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીઘી હતી. આ પ્રસંગે કલેકટરશ્રીએ ગ્રામજનોને સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂ કરવા માટેના દેશના વડાપ્રઘાનશ્રીના ઉમદા ભાવે અંગે સર્વે ગ્રામજનોને સમજ આપી હતી. ગ્રામજનોને સ્વચ્છતા ગામમાં રાખવા માટે અનુરોઘ કર્યો હતો. તેમજ ઉપસ્થિત સર્વે ગ્રામજનોને સ્વચ્છતા અંગેના શપથ લેવડાવ્યા હતા.
આ મુલાકાત દરમ્યાન પ્રાટ્રોકોલ નાયબ કલેકટર શ્રી અર્જુનસિંહ વણઝારા, દહેગામ મામલતદાર, દહેગામ તાલુકા વિકાસ અધિકારી સહિત સંબંધિત અધિકારી- કર્મયોગીઓ સહભાગી થયા હતા.
-------------------------------------------------
- Get link
- X
- Other Apps
Popular Posts
Gandhinagar : ચિત્રકૂટ એવોર્ડ ૨૦૨૪ માટે પાત્રતા અને અરજીની પ્રક્રિયા
- Get link
- X
- Other Apps
આદિવાસી ગૌરવ દિવસ: ભૂપેન્દ્ર પટેલે 37 વિકાસ કાર્યના ઉદ્ઘાટન સાથે આદિવાસી સમુદાય માટે નવી યોજના શરૂ કરી.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment