Skip to main content

Featured

પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પને નવી ઊર્જા: 100 દિવસની ટીબી નિર્મૂલન ઝુંબેશ.

  પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પને નવી ઊર્જા: 100 દિવસની ટીબી નિર્મૂલન ઝુંબેશ. ભારતનું આરોગ્યક્ષેત્ર પ્રગતિના નવા શિખરો સ્પર્શી રહ્યું છે, અને તે માટેની એક મક્કમ કવાયત છે ટીબી મુક્ત ભારત અભિયાન 2025. ટીબી, કે જે એક લાંબા સમયથી ચિંતાનો વિષય રહ્યો છે, હવે સરકાર અને સમાજના સહકારથી નિયંત્રણમાં આવે છે. આજના દિનથી શરૂ થયેલી 100 દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ દરેક ગામ અને શહેરમાં ટીબી જેવા જીવલેણ રોગને મટાડવા માટેની મહત્વાકાંક્ષી પહેલ છે. ટીબી: ચિંતા અને સંકલ્પ ટીબી એક બેક્ટેરિયલ સંક્રમણ છે, જે સામાન્ય રીતે ફેફસાંને અસર કરે છે. આ રોગની સંક્રમણ ક્ષમતા અને તેનું લાંબું સારવારકાળ દર્દીઓને શારીરિક અને માનસિક રીતે કંગાળ કરી નાખે છે. જો કે, આ બિમારી હવે સાધ્ય છે, અને યોગ્ય સારવારથી તેને સંપૂર્ણપણે હરાવી શકાય છે. ભારત માટે આ ઝુંબેશ એટલી મહત્વપૂર્ણ કેમ છે? 1. જાગૃતિ: દર વર્ષે હજારો નવા કેસ નોંધાય છે, અને સાવચેતીનો અભાવ આ સમસ્યાને વિકટ બનાવે છે. 2. મૃત્યુ દરમાં ઘટાડો: સમયસર સારવાર અને યોગ્ય પોષણથી મોત ટાળી શકાય છે. 3. સમાજનું કલ્યાણ: ટીબી ફક્ત આરોગ્ય નહીં, પણ સમાજના આર્થિક અને સામાજિક માળખાને પણ અસર ક...

Kutch news : ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓએ વેસ્ટ મેનેજમેન્ટના પાઠ ભણ્યા.

Kutch news : ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓએ વેસ્ટ મેનેજમેન્ટના પાઠ ભણ્યા.


ભૂલકાઓએ ‘વેસ્ટ ટુ વેલ્થ’ ની થીમ હેઠળ પેપરબેગ બનાવીને સ્વચ્છતાનો સંદેશ પાઠવ્યો 


ભુજ, શુક્રવાર 

જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા“ કેમ્પેઈનની શરૂઆત કરવામાં આવી છે. “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા”ની થીમ સાથે વિવિધ સ્થળોએ સ્વચ્છતાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ કચ્છ જિલ્લાની શાળાઓમાં વિદ્યાર્થીઓને ‘વેસ્ટ ટુ વેલ્થ’ ની થીમ સાથે બાળકોને પેપરબેગ બનાવતા શીખવવામાં આવ્યું હતું તથા વેસ્ટ મેનેજમેન્ટ અંગે માહિતગાર કરાયા હતા. 

બાળકોમાં સ્વચ્છતાના સંસ્કાર કેળવાય અને આવનારી પેઢી પર્યાવરણના રક્ષણ સાથે સફાઇ પ્રત્યે જાગૃત બને હેતુથી શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી હતી. જિલ્લાના દરેક તાલુકાના વિવિધ ગામમાં આજરોજ વિદ્યાર્થીઓએ પેપરબેગ બનાવવાના પાઠ ભણ્યા હતા. જેમાં સામખિયાળી કુમાર શાળા, મોડસર, નાની ચિરઇ નંદગામ પ્રાથમિક શાળા, ભુજપર વગેરે શાળાના ભૂલકાઓએ વેસ્ટમાંથી બેસ્ટની પ્રવૃત્તિ કરીને સ્વચ્છતાનો સંદેશો પાઠવ્યો હતો. 







Comments