Skip to main content

Featured

સંઘર્ષથી સંકલ્પ સુધીની સફર — મોદીજીનું જીવન કવન

       સંઘર્ષથી સંકલ્પ સુધીની સફર — મોદીજીનું જીવન કવન વડનગરની ધરતીથી શરૂ થયેલી નરેન્દ્ર મોદીજીની જીવનયાત્રા સંઘર્ષ, શિસ્ત, સંકલ્પ અને જાહેર સેવાના વિવિધ પડાવોથી પસાર થઈને દેશના વડાપ્રધાન પદ સુધી પહોંચી છે. સાદા પરિવારમાં જન્મેલા નરેન્દ્ર મોદીજીના જીવનમાં બાળપણથી જ મહેનત અને રાષ્ટ્રસેવાના સંસ્કારો જોવા મળ્યા. યુવાનીમાં તેમણે ભારતભ્રમણ કરી દેશની વિવિધતા, સંસ્કૃતિ અને સમાજજીવનને નજીકથી સમજવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયા અને સંગઠન તથા જાહેર જીવનમાં પોતાની જવાબદારીઓ નિભાવતા આગળ વધ્યા. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે લાંબા સમય સુધી સેવા આપ્યા બાદ વર્ષ 2014માં તેઓ ભારતના વડાપ્રધાન બન્યા. ત્યારબાદ 2019માં અને ફરી 2024માં લોકસભા ચૂંટણી બાદ તેમણે વડાપ્રધાન તરીકે શપથ લીધા. મોદીજીના જાહેર જીવનમાં વિકાસ, ડિજિટલ ટેક્નોલોજી, સ્વચ્છતા, માળખાકીય સુવિધાઓ, આંતરરાષ્ટ્રીય સંબંધો અને વિવિધ કલ્યાણકારી કાર્યક્રમો જેવા મુદ્દાઓને મહત્વ મળ્યું છે. વડનગરથી દિલ્હી સુધીની આ સફર અનેક પડકારો, નિર્ણયો અને જવાબદારીઓથી ભરેલી રહી છે. તેમના જીવનપ્રવાસમાંથી મહેનત, શિસ્ત અ...

Surat : ‘જળસંચય જનભાગીદારી’ યોજના હેઠળ નર્મદ યુનિવર્સિટીના ૨૧૦ એકરના કેમ્પસમાં ૨૦૦થી વધુ વોટર રિચાર્જ બોરવેલ બનાવવાની કામગીરીનો પ્રારંભ.

 Surat : ‘જળસંચય જનભાગીદારી’ યોજના હેઠળ નર્મદ યુનિવર્સિટીના ૨૧૦ એકરના કેમ્પસમાં ૨૦૦થી વધુ વોટર રિચાર્જ બોરવેલ બનાવવાની કામગીરીનો પ્રારંભ.

Surat : ‘જળસંચય જનભાગીદારી’ યોજના હેઠળ નર્મદ યુનિવર્સિટીના ૨૧૦ એકરના કેમ્પસમાં ૨૦૦થી વધુ વોટર રિચાર્જ બોરવેલ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ

------

ભૂગર્ભમાં સંગ્રહાયેલું વરસાદી પાણી દરેક પ્રકારના મિનરલ્સથી ભરપૂર હોવાથી સ્વાસ્થ્ય માટે ઉત્તમ’: કેન્દ્રીય મંત્રીશ્રી સી.આર.પાટીલ

------

વરસાદી પાણીના સંગ્રહની સાથે ‘એક પેડ મા કે નામ’અભિયાન અંતર્ગત મહત્તમ વૃક્ષો રોપી-ઉછેરી પર્યાવરણ સુરક્ષાની અપીલ કરતાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી

------ 

કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલે ‘જળસંચય જનભાગીદારી’ યોજના હેઠળ નર્મદ યુનિવર્સિટીના ૨૧૦ એકરના કેમ્પસમાં ૨૦૦થી વધુ વોટર રિચાર્જ બોરવેલ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો. પ્રથમ પાંચ બોરવેલની કામગીરીનું તેમણે ખાતમુહુર્ત કર્યું હતું.  

             

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના ‘કેચ ધ રેઈન’ અભિયાન અંતર્ગત સુરતવાસીઓને વરસાદી પાણીના સંગ્રહનું મહત્વ સમજાવી પોતાના ઘર, સોસાયટીઓમાં વધુમાં વધુ બોરવેલ બનાવી જળસંચય કરવાની અપીલ કરી હતી. જેથી વિકાસ મોડેલ તરીકે પ્રખ્યાત ગુજરાત જળ સંચયમાં પણ મોખરે રહી દેશઅને નવી રાહ ચીંધી શકે. 

                જળસંચયને જનભાગીદારી યોજના ગણાવી તેમણે કહ્યું કે, સરકારની મદદ સાથે નાગરિકો, સ્થાનિક સંસ્થાઓ અને ઉદ્યોગોના સામૂહિક પ્રયાસો મળી આવનારા વર્ષોમાં પાણીની અછતની સમસ્યાને સંપૂર્ણ નિવારી શકાશે. શહેરની સાથે ગામોમાં પણ આ યોજનાના અમલથી વરસાદી પાણીને વહેતું અટકાવી ઘરોમાં અને ખેતરોમાં પાણીની તંગીની સમસ્યા હલ થશે. સાથે જ અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવી કુદરતી આફતોમાં પણ પહોંચી વળાશે. 

વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે, દરેક ઘરમાં કે ઘર પાસે બોર બનાવી ન્યુનત્તમ ૧ લાખ લીટર પાણીનો સંગ્રહ થઈ શકે છે. જે દૈનિક પાણીના વપરાશમાં ઉપયોગી થઈ શકે છે. તો ગામમાં વરસાદી વ્હેણનું પાણી સંગ્રહ કરાતા કુવામાં પાણીનું જળસ્તર અને ગુણવત્તા બંન્ને સુધરે છે. તેમણે કહ્યું કે, ભૂગર્ભમાં સંગ્રહાયેલું વરસાદી પાણી દરેક પ્રકારના મિનરલ્સથી ભરપૂર હોય સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે. 
વધુ પડતાં વરસાદથી શહેરના કેટલાક વિસ્તારોમાં ભરાતા પાણીની સમસ્યાને નિવારવા શહેરી વહીવટીતંત્રને રોડની આજુબાજુની જગ્યામાં મહત્તમ બોર બનાવવા ટકોર કરી હતી. જેથી પાણી ભરવાની સમસ્યાની સાથે રસ્તાના ધોવાણને પણ અટકાવી રસ્તાઓને થતું નુકસાન ટાળી શકાય. વરસાદી પાણીના સંગ્રહની સાથે તેમણે ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત મહત્તમ વૃક્ષારોપણ કરવા અપીલ કરી હતી. જેથી આવનારા વર્ષોમાં પાણી અને વૃક્ષોના જતનથી પર્યાવરણનું સંતુલન જાળવી શકાય. 
આ પ્રસંગે સાંસદશ્રી મુકેશભાઈ દલાલ, ધારાસભ્યશ્રી મનુભાઈ પટેલ, મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી, ડે.મેયર નરેન્દ્રભાઈ પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ, શાસકપક્ષ નેતાશ્રી શશીબેન ત્રિપાઠી, વીર નર્મદ યુનિ.ના કુલપતિશ્રી કિશોરસિંહ ચાવડા, રજિસ્ટ્રારશ્રી આર.સી.ગઢવી સહિત યુનિ.ના પ્રાધ્યાપકો, અગ્રણી પરેશભાઈ પટેલ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.  

#rain #surat #JalSanchayJanBhagidari #jaljeevanmission #save #water #savewater #jalshakti #rainwaterharvesting #JalShaktiAbhiyan CMO Gujarat C R Paatil Mukesh Dalal Daxesh Mavani

Comments