Featured
- Get link
- X
- Other Apps
ગુજરાત તકેદારી આયોગ દ્વારા સતર્કતા જાગૃતિ સપ્તાહ – ૨૦૨૪ની“સત્યનિષ્ઠાની સંસ્કૃતિથી રાષ્ટ્રની સમૃદ્ધિ”ની થીમ પર ઉજવણી કરાઇ
ગુજરાત તકેદારી આયોગ દ્વારા સતર્કતા જાગૃતિ સપ્તાહ – ૨૦૨૪ની“સત્યનિષ્ઠાની સંસ્કૃતિથી રાષ્ટ્રની સમૃદ્ધિ”ની થીમ પર ઉજવણી કરાઇ
ગાંધીનગર ખાતે‘‘ઈજનેરી પ્રોજેક્ટ્સના અમલીકરણ સંબધિત ધ્યાન રાખવા જેવી બાબતો અને સ્ટાન્ડર્ડ બિડિંગ ડોક્યુમેન્ટ” અંગે કાર્ય શાળા યોજાઇ
તા.૨૧.૧૦.૨૦૨૪
ગુજરાત તકેદારી આયોગ દ્વારા સતર્કતા જાગૃતિ સપ્તાહ – ૨૦૨૪ની “Culture of Integrity for Nation's Prosperity” “સત્યનિષ્ઠાની સંસ્કૃતિથી રાષ્ટ્રની સમૃદ્ધિ”ની થીમ પર ઉજવણીની પ્રી-રન ઇવેન્ટ તરીકે આજે સ્ટાફ ટ્રેનિંગ કોલેજ, ગાંધીનગર ખાતે‘‘ઈજનેરી પ્રોજેક્ટ્સના અમલીકરણ સંબધિત ધ્યાન રાખવા જેવી બાબતો અને સ્ટાન્ડર્ડ બિડિંગ ડોક્યુમેન્ટ ’’પરિચય અને ચર્ચા વિષય પર એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્ય સરકારની બાંધકામ કામગીરી સાથે સંકળાયેલ વિભાગોના અધિકારીઓ માટે ગુજરાત તકેદારી આયોગ, માર્ગ અને મકાન વિભાગ તથા નર્મદા, જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના સંયુક્ત ઉપક્રમે આ કાર્યશાળા યોજાઇ હતી.
રાજ્ય સરકાર હસ્તકના વિવિધ વિભાગો/એકમો હેઠળ ચાલતા જાહેર બાંધકામના કામોમાં અલગ અલગ પ્રકારના વપરાશમાં લેવામાં આવતા ટેન્ડર ડોક્યુમેન્ટ અંગે નાણાં વિભાગના સહયોગમાં અને માર્ગ અને મકાન વિભાગના નેજા હેઠળ સરકાર કક્ષાએ વિવિધ વિભાગો દ્વારા વાપરવામાં આવતા અલગ અલગ ટેન્ડર બીડ ડોક્યુમેન્ટ્સનો અભ્યાસ કરી, તે બાબતે સરકારના વિભાગો દ્વારા કરવામાં આવતી કામગીરીમાં એકસૂત્રતા જળવાય તે હેતુથી “સ્ટાન્ડર્ડ બીડ ડોક્યુમેન્ટ્સ” તૈયાર કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી.
ગુજરાત સરકારે આખરીકરણ કરાયેલાં સ્ટાન્ડર્ડ બિડિંગ ડોક્યુમેન્ટનો અમલ કરવા વિવિધ વિભાગોને જણાવ્યું છે. નાણાં વિભાગે તા ૫/૧૦/૨૦૨૪ ના પત્રથી આ સમિતિ દ્વારા તૈયાર કરાયેલા સ્ટાન્ડર્ડ બીડ ડોક્યુમેન્ટ્સનું, યોજનાકીય બાંધકામના કામો કરતા તમામ વિભાગોને અમલીકરણ કરવા જણાવ્યું છે.
સરકારની ઉક્ત સ્ટાન્ડર્ડ બીડ ડોક્યુમેન્ટની ખાસ જોગવાઇઓ અંગે વ્યાપક જાગૃતિ કેળવવા તથા ઇજનેરી પ્રોજેક્ટ્સના અમલીકરણ સંબંધિત મુશ્કેલી/ધ્યાન રાખવા જેવી બાબતો અંગે સંબંધિત અધિકારીઓનું ક્ષમતા વર્ધન થાય તે માટે યોજાયેલી આ કાર્યશાળામાં, સરકારના ૧૧ વિભાગોના તથા આયોગના મળી કુલ ૯૮ અધિકારીઓએ ભાગ લીધો હતો..
કાર્યશાળાના પ્રારંભે ઉપસ્થિત અધિકારીઓ તથા સહભાગીઓને ગુજરાત તકેદારી આયોગના કમિશનર શ્રીમતી સંગીતાસિંહે સત્યનિષ્ઠાના શપથ લેવડાવ્યા હતા.
આ કાર્યશાળા દરમ્યાન, નર્મદા,જળ સંપતિ ,પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના સચિવશ્રી પાર્થિવ વ્યાસ, માર્ગ મકાન વિભાગના ખાસ સચિવ શ્રી પી. આર. પટેલિયાએ માર્ગદર્શન આપ્યું હતું.
સરદાર સરોવર નર્મદા નિગમ લી.ના નિવૃત્ત સંચાલક શ્રી વી.પી.કાપડિયા, માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઈજનેરશ્રી જે.એ.ગાંધીએ વિવિધ વિભાગોના અધિકારીઓને ઈજનેરી પ્રોજેક્ટ્સના અમલીકરણ સંબધિત ધ્યાન રાખવા જેવી બાબતો અને સ્ટાન્ડર્ડ બિડિંગ ડોક્યુમેન્ટ વિશે ઊંડાણપૂર્વક સમજ આપી હતી.
- Get link
- X
- Other Apps
Popular Posts
Gandhinagar : ચિત્રકૂટ એવોર્ડ ૨૦૨૪ માટે પાત્રતા અને અરજીની પ્રક્રિયા
- Get link
- X
- Other Apps
આદિવાસી ગૌરવ દિવસ: ભૂપેન્દ્ર પટેલે 37 વિકાસ કાર્યના ઉદ્ઘાટન સાથે આદિવાસી સમુદાય માટે નવી યોજના શરૂ કરી.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment