Featured
- Get link
- X
- Other Apps
ગાંધીનગરના અંબોડ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે મિની પાવાગઢ- શ્રી મહાકાલી મંદિરનું લોકાર્પણ કરાયું.
ગાંધીનગરના અંબોડ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે મિની પાવાગઢ- શ્રી મહાકાલી મંદિરનું લોકાર્પણ કરાયું.
પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ પ્રાચીન મંદિરનું અંદાજે રૂ. ૦૨ કરોડના ખર્ચે નવીનીકરણ
...........................
ગાંધીનગર,ગુરૂવાર
ગાંધીનગરના માણસા તાલુકાના અંબોડ ગામમાં આવેલા અતિ પ્રાચીન શ્રી મહાકાલી મંદિરના શિખર પ્રતિષ્ઠા અને શત ચંડી મહાયજ્ઞ મહોત્સવમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી થયા હતા.
સાબરમતી નદીના નયન રમ્ય ખોળે બિરાજમાન શ્રી મહાકાલી માતાનું મંદિર લગભગ 611 વર્ષ જેટલું પ્રાચીન છે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ પ્રાચીન મંદિરનું અંદાજે રૂપિયા બે કરોડના ખર્ચે નવીકરણ કરવામાં આવ્યું છે. નવ નિર્મિત મહાકાલી મંદિરમાં ધ્વજાનું પૂજન કરી,મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે મંદિરનું લોકાર્પણ કર્યું હતું.
તેમની મહાકાલી માતાની મૂર્તિ સમક્ષ પ્રાણ પ્રતિષ્ઠાની પૂજા કરી હતી અને માતાજીને સુખી -સમૃદ્ધ ગુજરાત માટે પ્રાર્થના પણ કરી હતી.
અંબોડના મહાકાળી માતા મંદિરના શિખર પ્રતિષ્ઠા ને શત ચંડી મહાયજ્ઞ મહોત્સવમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટે પટેલે જણાવ્યું હતું કે 611 વર્ષ જુના પ્રાચીન મહાકાળી મંદિર માં આવીને મા માં મહાકાલી ના દર્શન થી હું ધન્યતા અનુભવી રહ્યો છું હું અહીં પહેલીવાર જ આવ્યો છું. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ "વિકાસ ભી ,વિરાસત ભી"ના નેજા હેઠળ આખા દેશમાં મંદિરોના પુનઃસ્થાપન અને પુનઃ નિર્માણનો નવો અધ્યાય શરૂ કર્યો છે. મહાકાલ હોય કે કાશી વિશ્વનાથ, પાવાગઢ હોય કે અંબાજી , તેમની શ્રદ્ધા અને પ્રતિબંધતા થી નવપલ્લવિત થયા છે. વડાપ્રધાન શ્રી અયોધ્યાના રામ મંદિર નિર્માણ કરી બતાવ્યું છે વડાપ્રધાન શ્રી શક્તિના ઉપાસક છે અને એ શક્તિથી દેશ માટે પ્રતિબદ્ધ છે.
મુખ્યમંત્રીશ્રીઓ મેરી હતું કે પાવાગઢમાં 500 કરોડના ખર્ચે ધ્વજારોહણ કરાયું છે. ગુજરાતમાં મંદિરનું નિર્માણ શરૂ થઈ ગયું છે, આજે અંબોડમાં મહાકાલી મંદિરના નવીનીકરણ બાદ હવે યાત્રી સુવિધા પેવર બ્લોકનું પણ કામ થવાનું છે. તેમણે રાજ્યમાં દરેક જગ્યાએ સ્વચ્છતા જાળવવાની જવાબદારી આપણા સૌની છે એમ જણાવી, દરેક વ્યક્તિને સ્વચ્છતાની જવાબદારી ઉપાડવા વિનંતી કરી હતી.
શ્રી ભુપેન્દ્રભાઈએ ભારતને 2047 સુધીમાં વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવા માટે મહાકાલીના ચરણમાં વિનંતી અને પ્રાર્થના કરી હતી.
માણસાના ધારાસભ્ય શ્રી જયેશ પટેલે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે અમિતભાઈએ તથા વિકાસ બોર્ડમાંથી રૂપિયા બે કરોડ આ મંદિરના નિર્માણ માટે ફાળ્યા હતા માણસા સમાજ જિલ્લા કક્ષાની હોસ્પિટલ બનવા જઈ રહી છે અને મેડિકલ કોલેજ મંજૂર થઈ ગઈ છે. 300 કરોડના ફોર લેન રોડ ગુજરાત સરકારે આપ્યા છે, ગામે ગામે તળાવો, પીએચસી,સીએચસી બની રહ્યા છે. તેમણે દરેક જણ ભાઈચારો બનાવીને રહે અને દરેક પરિવાર સુખી સંપૂર્ણ સમૃદ્ધ બને તેવી મિનિ પાવાગઢવાળી મહાકાળીના ચરણોમાં વિનંતી કરી હતી.
ગ્રામ્ય આગેવાનોને દાતાઓએ મુખ્યમંત્રી નું ફૂલોના હારથી સ્વાગત કર્યું હતું તેમજ ઉદ્યોગપતિઓએ મહાકાલી ની મૂર્તિ ચિન્હરૂપે આપીને અભિવાદન કર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય સી જે ચાવડા, જિલ્લા પંચાયત ગાંધીનગર ના પ્રમુખશ્રી, માણસા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી , કલેકટર શ્રી મેહુલ દવે જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી જે પટેલ યાત્રાધામ વિકાસ બોર્ડના તેમજ માણસના મૂળના વતની એવા શ્રદ્ધાળુ અને ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
CMO Gujarat Collector office Gandhinagar DDO Gandhinagar Gujarat Information
- Get link
- X
- Other Apps
Popular Posts
Gandhinagar : ચિત્રકૂટ એવોર્ડ ૨૦૨૪ માટે પાત્રતા અને અરજીની પ્રક્રિયા
- Get link
- X
- Other Apps
આદિવાસી ગૌરવ દિવસ: ભૂપેન્દ્ર પટેલે 37 વિકાસ કાર્યના ઉદ્ઘાટન સાથે આદિવાસી સમુદાય માટે નવી યોજના શરૂ કરી.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment