Skip to main content

Featured

સમગ્ર શિક્ષા ગુજરાતના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જે. રંજીથકુમારની ચીખલી તાલુકાની શાળાઓની મુલાકાત: એક પ્રેરણાદાયી પગલું.

સમગ્ર શિક્ષા ગુજરાતના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જે. રંજીથકુમારની ચીખલી તાલુકાની શાળાઓની મુલાકાત: એક પ્રેરણાદાયી પગલું. આજના ઝડપી વિશ્વમાં શિક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવી એ દરેક સરકારી અધિકારીની પ્રાથમિકતા છે. તારીખ ૨૧ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ, માનનીય શ્રી જે. રંજીથકુમાર સાહેબ (આઈ.એ.એસ.), સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર, સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા ચીખલી તાલુકાની વિવિધ શાળાઓની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતમાં શૈક્ષણિક કાર્યો, ભૌતિક સુવિધાઓ, શિક્ષણની વિવિધ યોજનાઓ, મધ્યાહ્ન ભોજન (એમડીએમ) અને અન્ય બાબતોનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું. આ પ્રકારની મુલાકાતો શિક્ષણની ગુણવત્તા વધારવા અને વિદ્યાર્થીઓને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. શ્રી રંજીથકુમાર સાહેબે શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને તેમના અનુભવો અને સુઝાવો મેળવ્યા. આવી વાતચીતથી શિક્ષણ વ્યવસ્થામાં જરૂરી સુધારાઓને વેગ મળે છે. સમગ્ર શિક્ષા ગુજરાત કાર્યાલય તરફથી આ પ્રકારની મુલાકાતો નિયમિતપણે કરવામાં આવે છે, જેથી રાજ્યમાં શિક્ષણને વધુ અસરકારક બનાવી શકાય. આ મુલાકાતના કેન્દ્રમાં રહેલા શ્રી જે. રંજીથકુમાર એક અનુભવ...

Gandhinagar: ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રૂ ૪૭૩ કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રીશ્રી અમિતભાઈ શાહના હસ્તે કરાયું.

 Gandhinagar: ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રૂ ૪૭૩ કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રીશ્રી અમિતભાઈ શાહના હસ્તે કરાયું.

 ગાંધીનગર નજીક આવેલું ઇન્દ્રોડા પાર્ક દેશનું સૌથી મોટું બાળકોને ફરવા માટેનું સ્થળ બનાવવામાં આવશે : કેન્દ્રીય મંત્રીશ્રી અમિતભાઈ શાહ

ગાંધીનગર : શુક્રવાર

      ગાંધીનગર નજીક આવેલા ઇન્દ્રોડા પાર્કને થોડાક સમયમાં દેશનું સૌથી મોટું બાળકોને ફરવા માટેનું સ્થળ બનાવવામાં આવશે, તેવું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે મહાનગરપાલિકા વિસ્તારના ૪૭૩ કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારંભમાં જણાવ્યું હતું.

      કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ એ વિકાસ કામોનો હિસાબ આપતા જણાવ્યું હતું કે આજના દિવસમાં ૯૧૯ કરોડના વિકાસ કામોનું ખાતમહુર્ત અને લોકાર્પણ ગાંધીનગર લોકસભા સંસદીય મત વિસ્તારમાં કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે અત્યાર સુધીમાં આ લોકસભા વિસ્તારમાં ૨૩,૯૫૧ કરોડના વિકાસ કામો કરવામાં આવ્યા છે. તેમજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના હસ્તે ૧૪ હજાર કરોડથી વધુ વિકાસ કામોની ભેટ આ લોકસભા વિસ્તારને આપવામાં આવી છે. સમગ્ર દેશમાં વિકાસની દ્રષ્ટિએ ગાંધીનગર લોકસભા મતવિસ્તાર પ્રથમ નંબરે હશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. 

    ગુજરાતના સપૂત શ્રી નરેન્દ્ર ભાઈ મોદી વર્ષ ૨૦૧૪માં દેશના વડાપ્રધાન બન્યા તે પછી એક હોલેસ્ટિક એપ્રોચ સાથે શહેરોના વિકાસ માટે અર્બન પોલિસી બનાવી હતી. તે પહેલા અર્બન ડેવલોપમેન્ટ માટે કોઈપણ પ્રોજેક્ટ કે પોલીસી ન હતી. દેશના વડાપ્રધાનશ્રીએ અર્બનના વિકાસ માટે આ તમામ પ્રોજેક્ટ અને પોલિસીઓની એક માળા બનાવી વિકાસ કરવાની શરૂઆત કરી છે. દેશની મહાનગરપાલિકાઓમાં ઈ ગવર્નન્સ સ્માર્ટ સિટી મિશન સીસીટીવી નેટવર્ક, અમૃત મીશન, રેરા કાનૂન સાથે સાથે ટ્રાફિક પ્રદૂષણ, ધુમાડા રહિતના શહેરો બનાવવામાં આવી રહ્યા છે. સ્વરોજગારને સહકાર આપવા માટે પીએમ વિશ્વકર્મા અને પ્રધાનમંત્રી સ્વ યોજના જેવી યોજનાઓ અમલી બનાવવામાં આવી છે સ્વ નિધિ યોજનાઓ અંતર્ગત ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં ૧૭ હજાર જેટલા રેકડી ચલાવતા વ્યક્તિઓને લોન આપવાનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે. જેના થકી આજે ડિજિટલ ટ્રાન્જેક્શન માં વધારો થયો છે 


      એક વ્યક્તિ નીતિના આધારે દેશનો વિકાસ કરવાનું નક્કી કરે તો કશું જ માગવાની જરૂર રહેતી નથી તેનું દ્રષ્ટાંત ગાંધીનગર શહેર છે, તેવું જણાવી કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, અર્બન ડેવલોપમેન્ટની તમામ નીતિઓનો અમલ કરવાનો ઉમદા પ્રયાસ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કરવામાં આવ્યો છે અને જેનું પરિણામ આજે આપણે જોઈ રહ્યા છે.  વર્ષ 2036 માં મોઢેરા ખાતે ઓલમ્પિક રમાડવામાં આવશે તો ગાંધીનગર અને અમદાવાદનો અકલ્પનીય વિકાસ થશે તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, ઓલમ્પિક રમાડવામાં આવશે ત્યારે 15 આંતરરાષ્ટ્રીય ખેલ શૃંખલાઓ રમાડવામાં આવશે. જેના કારણે ૪૦ હજાર જેટલા હોટલના રૂમોની જરૂરિયાત ઊભી થશે. ટ્રાફિક અને હેલ્થ વ્યવસ્થા સુચારુ બનશે.  ૩૦ હજાર હંગામી અને ૨૦ હજાર સ્કિલ ધરાવતા યુવાનોને રોજગારી મળશે. આરંભકાળથી સત્તાનો હબ બનેલું ગાંધીનગર ૧૫ વર્ષમાં શિક્ષણ ક્ષેત્રે હબ બની ગયું છે. અને ગાંધીનગરને સ્માર્ટ સિટી બનાવવાનું કામ દેશના વડાપ્રધાનશ્રી એ શરૂ કર્યું છે.


     તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં આજે દેશ અનેક શિખરો શેર કરી રહ્યો છે. જેમાં ઇન્દ્ર ધનુષ્ય યોજનાના કામમાં નંબર એક ઉપર છીએ. મોબાઈલ નિર્માણ માં વિશ્વમાં આપણે અગ્રેસર છીએ. ઓટોમોબાઇલ્સ માર્કેટ અને સ્ટાર્ટ અપ સેન્ટરમાં પણ આપણે આગળ વધી ગયા છીએ. રિન્યુઅલ એનર્જીમાં આપણે ૨૨ માંથી ૪ નંબરના ક્રમે પહોંચી ગયા છીએ.

   ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલે  ગાંધીનગરમા થનાર વિકાસ કામોની ઝાંખી કરાવવામાં આવી હતી. ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી જે.એન વાઘેલાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.

    આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શ્રી અલ્પેશ ઠાકોર, મહાનગરપાલિકાના ડેપ્યુટીયર મેયર શ્રી નટવરજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરાંગ વ્યાસ, ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવે, ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે.બી.પટેલ સહિત આમંત્રિત મહાનુભાવો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા 

----------------------------

Comments