Skip to main content

Featured

સંઘર્ષથી સંકલ્પ સુધીની સફર — મોદીજીનું જીવન કવન

       સંઘર્ષથી સંકલ્પ સુધીની સફર — મોદીજીનું જીવન કવન વડનગરની ધરતીથી શરૂ થયેલી નરેન્દ્ર મોદીજીની જીવનયાત્રા સંઘર્ષ, શિસ્ત, સંકલ્પ અને જાહેર સેવાના વિવિધ પડાવોથી પસાર થઈને દેશના વડાપ્રધાન પદ સુધી પહોંચી છે. સાદા પરિવારમાં જન્મેલા નરેન્દ્ર મોદીજીના જીવનમાં બાળપણથી જ મહેનત અને રાષ્ટ્રસેવાના સંસ્કારો જોવા મળ્યા. યુવાનીમાં તેમણે ભારતભ્રમણ કરી દેશની વિવિધતા, સંસ્કૃતિ અને સમાજજીવનને નજીકથી સમજવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયા અને સંગઠન તથા જાહેર જીવનમાં પોતાની જવાબદારીઓ નિભાવતા આગળ વધ્યા. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે લાંબા સમય સુધી સેવા આપ્યા બાદ વર્ષ 2014માં તેઓ ભારતના વડાપ્રધાન બન્યા. ત્યારબાદ 2019માં અને ફરી 2024માં લોકસભા ચૂંટણી બાદ તેમણે વડાપ્રધાન તરીકે શપથ લીધા. મોદીજીના જાહેર જીવનમાં વિકાસ, ડિજિટલ ટેક્નોલોજી, સ્વચ્છતા, માળખાકીય સુવિધાઓ, આંતરરાષ્ટ્રીય સંબંધો અને વિવિધ કલ્યાણકારી કાર્યક્રમો જેવા મુદ્દાઓને મહત્વ મળ્યું છે. વડનગરથી દિલ્હી સુધીની આ સફર અનેક પડકારો, નિર્ણયો અને જવાબદારીઓથી ભરેલી રહી છે. તેમના જીવનપ્રવાસમાંથી મહેનત, શિસ્ત અ...

ગાંધીનગરમાં “રાષ્ટ્રીય એકતા દિવસ” અંતર્ગત “RUN FOR UNITY” યોજાઈ

 

ગાંધીનગરમાં “રાષ્ટ્રીય એકતા દિવસ” અંતર્ગત “RUN FOR UNITY” યોજાઈ

‌...........

*ગાંધીનગરના ધારાસભ્યશ્રી , કલેક્ટરશ્રી અને મેયરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી,પોલીસ અધિક્ષકશ્રી, મહાનગરપાલિકા કમિશનર શ્રીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું*

........

*જિલ્લા કલેકટર શ્રી સહિત ઉપસ્થિત તમામ મહાનુભાવોએ સરદાર પટેલ સાહેબની પ્રતિમાને વંદન કરી પુષ્પાંજલિ અર્પણ કરી*

.............

ગાંધીનગર, મંગળવાર

 શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી “રાષ્ટ્રીય એકતા દિવસ” નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર, ગાંધીનગર તથા ગાંધીનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે  એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્ર સાથે “RUN FOR UNITY” દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. દોડને  ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ,મેયરશ્રી મીરાબેન પટેલ, કલેક્ટરશ્રી મેહુલ દવે અને ડી.ડી.ઓશ્રી બી.જે.પટેલ,પોલીસ અધિક્ષકશ્રી વાસમશેટ્ટી રવિતેજા, મહાનગરપાલિકા કમિશનર શ્રી જે.એન વાઘેલાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ દોડ સેન્ટ્રલ વિસ્ટા શ્રી સરદાર પટેલની પ્રતિમાથી શરુ થઇ, બેથી અઢી કિલો મીટરના રુટ પર ફરી એકતાનો‌ સંદેશો આપતા ટાઉનહોલ સુધી પહોંચી હતી. સરકારી અધિકારી/કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ, પોલીસ જવાનોના વિવિધ  દળો તેમજ જિલ્લાવાસીઓ  મળી કુલ ૪૫૦૦ જેટલા લોકોએ “RUN FOR UNITY” દોડમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. 

એકતા દોડની શરુઆત કરતા પહેલા જિલ્લા કલેકટર શ્રી તથા ઉપસ્થિત તમામ મહાનુભાવોએ સરદાર પટેલ સાહેબની પ્રતિમાને વંદન કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આ સાથેજ  ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.જે.પટેલ, અધિક નિવાસી કલેકટર શ્રી દિગંત બ્રહ્મભટ્ટ, પ્રોટોકોલ ઓફિસર શ્રી અર્જુનસિંહ વણઝારા તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વ્યાસ, દંડકશ્રી સેજલબેન પરમાર, શાસકપક્ષના નેતા અનિલ સિંહ વાઘેલા સહિત તમામ મહાનુભાવો, અધિકારીઓ, કર્મચારીઓ અને  એકતા દોડમાં જોડાયેલા તમામ નગરજનોએ એક ભારત શ્રેષ્ઠ ભારતના શપથ લીધા હતા.

#RunForUnity #ektadod 

CMO Gujarat Collector office Gandhinagar Collector Office Gandhinagar DDO Gandhinagar Gandhinagar Municipal Corporation Gandhinagar Police Gujarat Information









Comments