Featured
- Get link
- X
- Other Apps
નમો નારાયણ એપાર્ટમેન્ટ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં દિપાવલીના ઉત્સવ નિમિત્તે સ્નેહ મિલન અને લાભાર્થી મિલનનો કાર્યક્રમ યોજાયો
નમો નારાયણ એપાર્ટમેન્ટ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં દિપાવલીના ઉત્સવ નિમિત્તે સ્નેહ મિલન અને લાભાર્થી મિલનનો કાર્યક્રમ યોજાયો
..............................
મુખ્યમંત્રીશ્રીએ દિવાળીની શુભકામનાઓ આપતા સ્વચ્છતા ને પ્રાધાન્ય આપવા માટે અનુરોધ કર્યો
..............................
પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓ સાથે આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ સીધો સંવાદ કર્યો
........................................
ગાંધીનગર,ગુરુવાર
ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ હસ્તકના ટીપી-૭, સરગાસણમાં આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજના થકી નિર્માણ પામેલા "નમો નારાયણ એપાર્ટમેન્ટ"ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં દિપાવલીના ઉત્સવ નિમિત્તે સ્નેહ મિલન અને લાભાર્થી મિલનનો કાર્યક્રમ યોજાયો.
આ આવાસ યોજનાનું લોકાર્પણ ફેબ્રુઆરી ૨૦૨૪માં કરવામાં આવ્યું હતું. જેનો લાભ ૧૨૦૮ કુટુંબને મળ્યો છે, ત્યારે લાભાર્થીઓના પરિવારની પોતાના ઘરના ઘરમાં પહેલી દિવાળીની ઉજવણીના આનંદને બમણો કરવા મુખ્યમંત્રીશ્રીએ તેમની સાથે મળી આજે દિવાળીની ઉજવણી કરી હતી.
આ પ્રસંગે લાભાર્થીઓને મુખ્યમંત્રીશ્રીએ દિવાળીની શુભકામનાઓ આપતા સ્વચ્છતા ને પ્રાધાન્ય આપવા માટે અનુરોધ કર્યો હતો. અને જણાવ્યું હતું કે "આ સોસાયટી આજે જેટલી સ્વચ્છ છે, તેટલી જ હંમેશા રહે અને ગાંધીનગરની સૌથી સ્વચ્છ સોસાયટી બને તે હવે આપ સૌની જવાબદારી છે"
પ્રધાનમંત્રી યોજનાના લાભાર્થીઓ સાથે આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ સીધો સંવાદ કર્યો હતો. જે અંતર્ગત ‘નમો નારાયણ રેસીડેન્સી’ના મોનાબેન દવેએ મુખ્યમંત્રીશ્રીને આવકારતા જણાવ્યું હતું કે, “આપના આગમનથી આજે નમો નારાયણ રેસીડેન્સી જાણે અયોધ્યામાં પરિવર્તી છે.” સામાન્ય વર્ગના લોકોના પોતાના ઘરમાં રહેવાના સ્વપ્નને આ યોજના થકી સાકાર બનાવવા બદલ તેમણે પ્રધાનમંત્રીશ્રી તથા મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ સાથે જ બીજા લાભાર્થી કલ્પનાબેન પટેલે પોતાની ખુશી વ્યક્ત કરતા ભાવુકતા પૂર્વક જણાવ્યું હતું કે, "હું ક્યારેય પોતાનું ઘર ના લઈ શકી હોત, ગાંધીનગરના આવા વિકસિત વિસ્તારમાં પોતાનું ઘર હોવું એ પણ એક સપના જેવું છે. બે સમય જમવાનું મળી રહે તેટલું તો કમાઈ લઈએ છીએ, પરંતુ પોતાનું ઘર એ માત્ર સપનું જ રહી જતું જો અમને આ યોજનાનો લાભ ન મળ્યો હોત. આજે માથે છત છે એટલે હું હવે મારા બાળકોના શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરી શકું છું." આમ જણાવતા તેમણે પ્રધાનમંત્રીશ્રી તથા મુખ્યમંત્રીશ્રીને ધન્યવાદ આપ્યા હતા.
બીજા એક લાભાર્થી વિશાલભાઈ લેઉવાએ આંનદ સાથે જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં જેના કારણે અમારા ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે, તેવા મુખ્યમંત્રીશ્રી આજે અમારા પોતાના ઘરમાં પહેલી દિવાળીના પ્રસંગે હાજર છે જે અમારા માટે સૌથી યાદગાર પ્રસંગ છે"
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રીએ નમો નારાયણના રહેવાસીઓને દિવાળી પર્મ નિમિત્તે મીઠાઈનું વિતરણ કરી શુભેચ્છા પાઠવી હતી. તથા સૌની સાથે મળી આતશબાજીની પણ મજા માણી હતી.
દિપાવલીના આ સ્નેહ મિલન કાર્યક્રમમાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ, મેયરશ્રી મીરાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. જે પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વ્યાસ, સચિવશ્રી હાઉસિંગ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના આર. જી ગોહિલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી જે .એન વાઘેલા તથા પૂર્વ મેયર શ્રી હિતેશભાઈ મકવાણા, કોર્પોરેટર શ્રી ઉષાબેન ઠાકોર તથા રાજેશભાઈ પટેલ સહિત મહાનુભાવો લાભાર્થીઓને પોતાના ઘરમાં પહેલી દિવાળીની શુભેચ્છાઓ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા.
CMO Gujarat Collector office Gandhinagar DDO Gandhinagar Gandhinagar Municipal Corporation Gujarat Information
- Get link
- X
- Other Apps
Popular Posts
Gandhinagar : ચિત્રકૂટ એવોર્ડ ૨૦૨૪ માટે પાત્રતા અને અરજીની પ્રક્રિયા
- Get link
- X
- Other Apps
આદિવાસી ગૌરવ દિવસ: ભૂપેન્દ્ર પટેલે 37 વિકાસ કાર્યના ઉદ્ઘાટન સાથે આદિવાસી સમુદાય માટે નવી યોજના શરૂ કરી.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment