Skip to main content

Featured

સંઘર્ષથી સંકલ્પ સુધીની સફર — મોદીજીનું જીવન કવન

       સંઘર્ષથી સંકલ્પ સુધીની સફર — મોદીજીનું જીવન કવન વડનગરની ધરતીથી શરૂ થયેલી નરેન્દ્ર મોદીજીની જીવનયાત્રા સંઘર્ષ, શિસ્ત, સંકલ્પ અને જાહેર સેવાના વિવિધ પડાવોથી પસાર થઈને દેશના વડાપ્રધાન પદ સુધી પહોંચી છે. સાદા પરિવારમાં જન્મેલા નરેન્દ્ર મોદીજીના જીવનમાં બાળપણથી જ મહેનત અને રાષ્ટ્રસેવાના સંસ્કારો જોવા મળ્યા. યુવાનીમાં તેમણે ભારતભ્રમણ કરી દેશની વિવિધતા, સંસ્કૃતિ અને સમાજજીવનને નજીકથી સમજવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયા અને સંગઠન તથા જાહેર જીવનમાં પોતાની જવાબદારીઓ નિભાવતા આગળ વધ્યા. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે લાંબા સમય સુધી સેવા આપ્યા બાદ વર્ષ 2014માં તેઓ ભારતના વડાપ્રધાન બન્યા. ત્યારબાદ 2019માં અને ફરી 2024માં લોકસભા ચૂંટણી બાદ તેમણે વડાપ્રધાન તરીકે શપથ લીધા. મોદીજીના જાહેર જીવનમાં વિકાસ, ડિજિટલ ટેક્નોલોજી, સ્વચ્છતા, માળખાકીય સુવિધાઓ, આંતરરાષ્ટ્રીય સંબંધો અને વિવિધ કલ્યાણકારી કાર્યક્રમો જેવા મુદ્દાઓને મહત્વ મળ્યું છે. વડનગરથી દિલ્હી સુધીની આ સફર અનેક પડકારો, નિર્ણયો અને જવાબદારીઓથી ભરેલી રહી છે. તેમના જીવનપ્રવાસમાંથી મહેનત, શિસ્ત અ...

કપરાડા તાલુકાના કરજુન ગામના પ્રગતિશીલ યુવા ખેડૂત રઘુનાથ ભોયાનું પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે સન્માન.

   કપરાડા તાલુકાના કરજુન ગામના પ્રગતિશીલ યુવા ખેડૂત રઘુનાથ ભોયાનું પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે સન્માન

ગાંધીનગરના ગિફ્ટ સિટી કલબમાં વિકસિત ગુજરાત ૨૦૪૭ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે જિલ્લામાં પ્રસશનીય કામગીરી કરનાર કપરાડા તાલુકાના કરજુન ગામના પ્રગતિશીલ યુવા ખેડૂત રઘુનાથ ભોયાનું પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. રઘુનાથ ભોયા હાલમાં આત્મા પ્રોજેક્ટ સાથે મળીને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ ગામે ગામે વિસ્તરે તે માટે કપરાડા, ધરમપુર, પારડી અને ચીખલી તાલુકાના ૧૫૦૦થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી ચૂક્યા છે. મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવ્યા બાદ તેઓએ ખેતીમાં ઝંપલાવ્યું હતુ અને એવોર્ડ પણ મેળવ્યા છે. હાલમાં તેઓ પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનરની સાથે સાથે કપરાડા તાલુકાના સહ સંયોજક તરીકે પણ સેવા આપી રહ્યા છે. રાજ્યપાલના હસ્તે તેમનું સન્માન કરાતા વલસાડ જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી હતી.  

#GujaratInformation

#CMOGujarat

#CollectorValsad #Gujarat

#prakrutikkheti

Comments